www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

વિસાવદર પો.સ્ટે.ના ખુનના ગુન્હા માં નાસતા ફરતાં આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ* નાઓએ ગુન્હો આચરી નાસતા ફરતા આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમે *વિસાવદર પો.સ્ટે‍. ફ.ગુ.ર.નં. ૦૪/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૦૨, ૨૦૧, ૧૧૪* વિ. મુજબના ગુન્હાના કામે પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીને ચોક્કસ બાતમી આધારે અમરેલી સાવરકુંડલા ચોકડી પાસેથી પકડી પાડવામાં સફળતાં મેળવેલ છે.
ગુન્હાની વિગતઃ
ગઇ તા.૦૪/૦૧/૨૦૧૯ ના રોજ જુનાગઢ જીલ્લાના વિસાવદર તાલુકાના ભટ્ટ વાવડી ગામે ગોવિંદભાઇ કુંભારની વાડીએ આવેલ કુવામાંથી સુભાષભાઇ દયાશંકરભાઇ દવે, રહે.વિસાવદર, જી.જુનાગઢ વાળાની હત્યા કરાયેલ લાશ મળી આવેલ હતી. આ અંગે મરણ જનારના નાના ભાઇ અશ્વિનભાઇ દયાશંકરભાઇ દવે, રહે.વિસાવદર વાળાએ (૧) કનુભાઇ જેઠસુરભાઇ ચાંદુ, રહે.કાલાવાડ, તા.વિસાવદર, જી.જુનાગઢ (ર) રઘુભાઇ ભરતભાઇ વાળા, રહે.ભટ્ટ વાવડી, તા.વિસાવદર (૩) વિજયભાઇ જીવનભાઇ રાઠોડ, રહે.વિસાવદર, જી.જુનાગઢ વાળા વિરૂધ્ધ પોતાના ભાઇની હત્યા કરી તેની લાશ કુવામાં ફેંકી દીધેલ હોવાની ફરિયાદ લખાવેલ હતી. સદરહું ગુન્હાની તપાસ દરમ્યાન શિવરાજ ઉર્ફે શિવો દિલુભાઇ વાળા, રહે.સરંભડા, તા.જી.અમરેલી વાળાનું નામ ખુલવા પામેલ હતું અને મજકુર આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હતો.
પકડાયેલ આરોપીઃ
*શિવરાજ ઉર્ફે શિવો દિલુભાઇ વાળા, ઉં.વ.૨૭, ધંધો.ખેતી, રહે.સરંભડા, તા.જી.અમરેલી* વાળાને આજરોજ તા.૧૪/૦૩/૨૦૧૯ ના કલાક ૧૯/૧૫ વાગ્યે અટક કરી વધુ તપાસ અર્થે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
આ કામગીરી પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓની *સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. અમરેલીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.ડી.કે.વાઘેલા અને એલ.સી.બી.ટીમ* દ્વારા કરવામાં આવેલ છે.