www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

દામનગરની વિવિધ સમસ્યા માટે સર્વજ્ઞાતિ બેઠક મળી આપના હાથ જગન્નાથ શહેરના વિવિધ જળાશયોમાં સંગ્રહ શક્તિ વધે અને સરળતાથી ભરવા માટે રૂપરેખા તૈયાર કરવા અઢારે આલમની ઉપસ્થિતિ

દામનગર સર્વજ્ઞાતિ ચિંતન બેઠક તા૧૩/૩/૨૦૧૯ નો રોજ પટેલ  વાડી ખાતે મળી જેમાં દામનગર શહેર ની સમસ્યા ઓ અંગે વિસ્તૃત ચર્ચા ઓ કરાય હતી દામનગર શહેર ના કુંભનાથ મંદિર તળાવ સહિત સહજાનંદ સરોવર ભુરખિયા રોડ ગુરૂકુળ સામે ઠાંસા રોડ ચેકડેમ સહિત ના જળાશયો માં જળ સંગ્રહ શક્તિ વધે તે માટે દામનગર શહેર ના યુવાનો સુરત મુંબઈ અમદાવાદ સહિત ના શહેરો માં રહેતા વતન પ્રેમી ઓ એ વતન માટે ચિંતા વ્યક્ત કરતા શહેર ની સમસ્યા ઓ નિવારવા પ્રથમ બેઠક દામનગર ખાતે મળી માર્ચ ના અંત માં સુરત ખાતે પણ સમસ્ત દામનગર શહેર ની સર્વજ્ઞાતિ બેઠક નું આયોજન ધીરૂભાઈ પુનાભાઈ નારોલા ના નેતૃત્વ માં મળનાર છે માદરે વતન માટે જળાશયો ભરવા ઊંડા ઉતરવા સહિત અનેકો સમસ્યા માટે દામનગર ના હાલ દુબઈ રહેતા ભરતભાઈ નારોલા અને ધીરુભાઈ નારોલા સહિત ના  ઓ એ  અભ્યાસુ ઇનજીનીયર્સ સાથે રાખી પાણી ક્યાં થી સરળ રીતે કેવી રીતે લાવી શકાય તે માટે અહેવાલો સાથે રજૂઆતો કરી છે શહેર માં થી થતા લોકફાળા સામે એટલી રકમ એકલા નાખવા ની તૈયારી દર્શાવતા વતન પ્રેમી યુવાન ભરતભાઈ નારોલા આ બેઠક માં તળાવો ઊંડા ઉતારવા અને ભરવા માટે આયોજન કરવા સુરત ખાતે પણ ટુક સમય માં બેઠક થનાર છે