www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા-ફરતાં આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી ટીમ

લોકસભા સામાન્‍ય ચુંટણી ૨૦૧૯ અન્‍વયે આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ હોય અને લોકસભા ચુંટણીમાં નિષ્પક્ષ અને ભયમુક્ત રીતે મતદાન થઇ શકે તે હેતુથી પોલીસ અધિક્ષક શ્રી  નિર્લિપ્ત રાય સાહેબ અમરેલી નાઓએ અમરેલી જીલ્લાના તેમજ બહારના જીલ્લાના વોન્ટેડ નાસતા-ફરતા આરોપીઓ તેમજ ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીઓ અંગે માહીતી મેળવી આરોપીઓ પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.એ પ્રોહીબીશનના નાસતા-ફરતા આરોપીને ભાવનગર  જિલ્લાના મહુવાથી તા.૧૪/૦૩/૨૦૧૯ ના રોજ ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

પકડાયેલ આરોપીની વિગત:-
(૧) કનકસિંહ ઉર્ફે કાળુભાઇ જોધાભાઇ ગોહિલ ઉ.વ.-૫૧  ધંધો.-ખેતી રહે.- જુના પાદર તા.જેસર જી.ભાવનગર તેમજ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન પ્રોહી. ગુ.ર.નં.-૦૯/૨૦૧૯ પ્રોહી ધારા કલમ-૬૫(એ)(ઇ), ૧૬૬(બી), ૯૮(૨), ૮૧ મુજબના ગુન્હાના કામે  નાસતો-ફરતો હતો અને મજકુર આરોપીને પ્રોહીબીશનના ગુન્હામાં પકડવાનો બાકી હોય જેથી મજકુર આરોપીએ તેના મુળ ગામથી અન્ય ગામમાં રહેવા ચાલી ગયેલ હોય અને ગઇકાલ તા.૧૪/૦૩/૨૦૧૯ ના રોજ ચોકકસ બાતમી આધારે મહુવાથી  ઝડપી પાડવામાં આવેલ તથા વધુ તપાસ અર્થે સાવરકુંડલા રૂરલ  પોલીસ સ્ટેશન ખાતે સોપી આપવામાં આવેલ છે.
​​
​​આમ, અમરેલી એસ.ઓ.જી. ટીમને પ્રોહીબિશનના  ગુન્હામાં નાસતો-ફરતા આરોપીને પકડવામાં સફળતા મળેલ છે.