www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામના ધાર રોડ ઉપરથી દેશી જામગરી બંદુક સાથે આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી. ટીમ

અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ દ્વારા આગામી લોકસભા સામાન્ય ચુંટણી અનુસંધાને પોલીસ પેટ્રોલીંગ સઘન બનાવવા અને પેટ્રોલીંગ દરમ્યાન કડક વાહન ચેકીંગ હાથ ધરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે  અન્વયે ગઇ  તા.૧૪/૦૩/૨૦૧૯ ના રોજ એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પીઠવડી ગામે પોંહચતા બાતમી રાહે હકિકત મળેલ  ધાર રોડ ઉપર આવેલ દંગામાં રહેતા એક ઇસમ પોતાની પાસે જામગીરી દેશી બંદુક રાખે છે. તેવી ચોક્કસ બાતમી મળતા પીઠવડી ગામના ધાર રોડના દંગા વિસ્તારમાંથી બાતમીમાં જણાવેલ વર્ણન વાળા ઇસમને દેશી  બનાવટની જામનગીરી બંદુક સાથે ઝડપી પાડેલ છે   .

પકડાયેલ આરોપી :-
(૧) અલારખભાઇ હાજીભાઇ લાડક ઉ.વ.-૫૦ ધંધો-મજુરી રહે. મુળ ગામ-દિલાવરનગર તા: વંથલી જી.જુનાગઢ હાલ રહે. પીઠવડી-ધાર રોડ તા.સાવરકુંડલા જી. અમરેલી

પકડાયેલ હથીયાર :-
એક દેશી જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર) કિ.રૂ. ૫૦૦/- તથા
​​પકડાયેલ ઇસમ વિરુધ્ધ આર્મ્સ એક્ટ તળે કાર્યવાહી કરી આરોપી અને મુદ્દામાલ વધુ તપાસ અર્થે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
આમ, ઉપરોક્ત કમગીરી પોલીસ અધિક્ષક સા.શ્રી અમરેલીઓની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એસ.ઓ.જી.ના પો.સબ ઇન્સ. શ્રી આર.કે કરમટા તથા ટીમ એસ.ઓ.જી દ્વારા કરવામાં આવેલ છે.