www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

અમરેલી જીલ્લાના ધારી અને બગસરા તાલુકામાં વર્ષ ૨૦૧૬-૧૭ અને ૧૮માં GLDC દ્વારા થયેલ સીમ તલાવડી, ચેકડેમ અને વોટર હાર્વેસ્ટના કામોમા રૂપિયા ૪,૦૨,૮૫,૪૩૩/-ના થયેલ કૌભાંડની તપાસની માંગ

સવિનય સાથ જણાવવાનું કે ઉપરોક્ત વિષય અનુસંધાને અમરેલી જીલ્લામાં GLDC વિભાગ અમરેલી દ્વારા વર્ષ ૨૦૧૬,૧૭,૧૮માં ધારી તાલુકાના ગઢિયા, કરમદડી, પાતળા, ગઢિયા-ચાવંડ, જલ જીવડી, હીરાવા, મીઠાપુર ડુંગરી, કાથરોટા, દુધાળા અને બગસરા તાલુકાના બાલાપુર, કુલ મળીને દસ (૧૦) ગામોમાં જે તે સમયના ફિલ્ડ ઓફિસર પી.પી.પાદરીયા દ્વારા આ કામો થયેલ હતા. આ કામોના થયેલ ચુકવણા પરથી અને રૂબરૂ સ્થળ તપાસ કરતા અને જોતા, રાજ્ય અને કેન્દ્ર સરકારની SLC અને RKVY યોજનામાં અધિકારીએ પોતે પોતાના વતનના પરિવારજનો અને લાગતા વળગતાના નામે ચેકોથી ચૂકવણા કરેલ છે. જેમાં….
(૧),ગઢિયા-ચાવંડ ચેક નંબર ૭૬૦૨૩૫ રૂપિયા ૩૦,૩૦,૧૯૪/- તારીખ ૨૨/૯/૨૦૧૭ સીમ તલાવડી.
(૨), કરમદડી-પાતળા ચેક નંબર ૭૬૦૨૩૯ રૂપિયા ૬૧,૧૮,૨૬૯/- તારીખ ૨૨/૯/૨૦૧૭ સીમ તલાવડી.
(૩), ગઢિયા-ચાવંડ ચેક નંબર ૭૬૦૨૩૪ રૂપિયા ૮,૬૮,૬૭૧/- તારીખ ૨૨/૯/૨૦૧૭ વોટર હાર્વેસ્ટર.
(૪), જલ જીવડી ચેક નંબર ૭૬૦૨૩૧ રૂપિયા ૧૯,૮૬,૫૬૩/- તારીખ ૨૨/૯/૨૦૧૭ સીમ તલાવડી.
(૫), જલ જીવડી ચેક નંબર ૭૬૦૨૩૨ રૂપિયા ૨૫,૨૬,૭૧૪/- તારીખ ૨૨/૯/૨૦૧૭. વો.હા.
(૬),જળ જીવડી ૭૬૦૨૩૩ રૂપિયા ૧૩,૪૧,૬૮૧/- તારીખ ૨૨/૯/૨૦૧૭ સીમ તલાવડી,
(૭), કરમદડી  ચેક નંબર ૭૬૦૨૩૮ રૂપિયા ૮,૫૮,૪૫૧/- તારીખ ૨૨/૯/૨૦૧૭ સીમ તલાવડી.
(8), ખિસરી ચેક નંબર ૭૬૦૨૩૬ રૂપિયા ૪,૮૧,૯૫૦/- તારીખ ૨૨/૯/૨૦૧૭ સીમ તલાવડી,
(૯), જળ જીવડી ચેક નંબર ૭૬૦૨૪૬ રૂપિયા ૧૨,૮૯,૯૩૦/- તારીખ ૨૯/11/૨૦૧૭ વો.હા.
(૧૦), પાતળા  ચેક નંબર ૭૬૦૨૪૫ રૂપિયા ૨૦,૯૧,૬૦૬/- તારીખ ૨૯/11/૨૦૧૭ વો.હા.
(૧૧), બાલાપુર, દુધાળા, હીરાવા, જલજીવડી ચેક નંબર ૬૭૬૨૮૮ રૂપિયા ૮૯,૮૪,૨૦૧ તા. ૨૭/૭/૨૦૧૭ સીમ તલાવડી. (૧૨), બાલાપુર ચેક નંબર ૦૫૯૮૬૬ રૂપિયા ૧૧,૭૨,૦૫૪/- તારીખ ૨૨/૩/૨૦૧૮ સીમ તલાવડી.
(૧૩), મીઠાપુર ડુંગરી ચેક નંબર ૦૫૯૮૬૫ રૂપિયા ૧૧,૯૩,૭૧૫/- તારીખ ૨૨/૨/૨૦૧૮ સી.ત.
(૧૪), કાથરોટા, મીઠાપુર-ડુંગરી  ચેક નંબર ૭૫૭૯૧૫ રૂપિય ૩૨,૩૯,૫૧૯/- તારીખ ૨૫/૧૦/૨૦૧૭ સી.ત.
(૧૫), બાલાપુર, તાલુકો બગસરા ચેક નંબર ૬૭૬૨૮૬ રૂપિયા ૧૭,૬૩,૪૯૯/- તારીખ ૨૭/8/૨૦૧૭ સી.ત.
તેમજ………  બલાપુરના અગાઉની રજૂઆત અન્વયેના રૂપિયા ૧૧,૭૪,૨૯૫/- અને રૂ. ૨૧,૬૪,૧૨૧/- સીમ તલાવડીના ખર્ચ કરેલ. આમ કુલ દસ ગામોના કુલ ૧૭ ચેકોના  રૂપિયા ૪,૦૨,૮૫,૪૩૩/- (અંકે રૂપિયા ચાર કરોડ બે લાખ પંચાશી હજાર ચાર સો તેત્રીશ પુરા)  ખેત તલાવડી , સીમ તલાવડી અને વોટર હાર્વેસ્ટરના કામો  મોટા ભાગે સ્થળ પર થયેલ નથી અને માત્ર કાગળ પર જ થયેલ જણાય છે. જે બાબત ગંભીરતાપૂર્વક લઇ સરકાર અને રાષ્ટ્રના નાણાનો ભ્રષ્ટાચાર આચરનાર  GLDCના નિયામક અમરેલી, ફિલ્ડ ઓફિસરો અને કામ પૂર્ણ થયે કમ્પ્લીશન રીપોર્ટ આપનાર તેમજ જેના ખાતામાં રૂપિયા જમા થયેલ છે તેવા તમામ ઇસમોની તપાસ કરવા અને આવડી મોટી રકમના મોટા ભાગના ચેકો  જુનાગઢ જીલ્લાની બેન્કોમાં તેમજ સાસણ ગીરની બેન્કોમાં ગયેલ હોય, અને તે સમયના ફિલ્ડ ઓફિસર પી.પી.પાદરીયા જુનાગઢ જીલ્લાના વતની હોય, જેને આયોજન પૂર્વક કૌભાંડ આચરેલ હોય, અને ગીર વિસ્તારમાં વિશાળ ફાર્મ હાઉસ ધરાવતા હોય અને રાજનેતાઓ મોજ મઝા કરવા આવતા હોવાથી તેઓ રાજકીય ધરોબો પણ ધરાવતા હોય હાલ સુધી નીચલા લેવલે તપાસ થયેલ નથી. જેથી, આપશ્રીને તપાસ સમિતિ રચી તપાસ કરવા અને જવાબદારો સામે કડક પગલા ભરવા મારી વિનંતી છે. RTI દ્વારા મેં  મેળવેલ માહિતી તપાસના કામે સરકારશ્રી બોલાવશે ત્યારે રૂબરૂ હાજર રહી પુરાવા આપીશ. આમ આ ગંભીર બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી. અન્યથા તપાસ નહીં કરવામાં આવે તો નામદાર ગુજરાત હાઇકોર્ટમાં રીટ પીટીશન દાખલ  કરીશ, જે આપ સાહેબને વિદિત થાય.
સહકારની અપેક્ષા સહ….