www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

ઇલેક્શન ૨૦૧૯/લાઠી ખાતે મતદાન મથકોની મુલાકાત લેતાજિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આયુષ ઓક

૧૮-૧૯ વયજૂથના મતદારોની વધુમાં વધુ નોંધણી માટે સઘન પ્રયત્નો જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આયુષ ઓકએ લાઠી ખાતે મતદાન મથકોની મુલાકાત લઇ પ્રાથમિક સુવિધા હોવા અંગે ચકાસણી કરી હતી. આ ઉપરાંત લાઠી વિધાનસભા મતદાર વિભાગના તમામ બી.એલ.ઓ., સુપરવાઈઝર તેમજ ઝોનલ ઓફિસરશ્રીઓની સાથે બેઠક કરી EVM-VVPATના ઉપયોગ તેમજ વિવિધ ચૂંટણીલક્ષી મુદ્દાઓ ઉપર માર્ગદર્શન પૂરું પડ્યું હતું.
આ સાથે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ૧૮-૧૯ વયજૂથના મતદારોની વધુમાં વધુ નોંધણી માટે સઘન પ્રયત્નો કરવા માર્ગદર્શન પૂરું પાડેલ. આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર.જી.આલ., પ્રાંત અધિકારીશ્રી અમિત જોશી, મામલતદારશ્રી લાઠી, બાબરા તથા ચૂંટણી શાખાના નાયબ મામલતદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.