www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

લોકસભા 2019/વિરોધપક્ષના નેતાના ગઢમાં જિલ્લાના ચારેય ધારાસભ્યોની લોકસભાના ઉમેદવારની માગણી અલગ અલગ…?

  લોકસભાની ચૂંટણીની લઈને કોંગ્રેસ પક્ષ ઉમેદવારોની શોધ ચાલુ છે છેલ્લાં દશ વર્ષ થઈ સંસદની બેઠક ભાજપ પાસે છે ત્યારે કોંગ્રેસમાંથી લોકસભાની બેઠક પર દાવેદારી કરવા જીલ્લાના ચાર ધારાસભ્યોએ પોતે પોતાના માટે અને ઘરના સદસ્યો માટે લોકસભાની ટિકિટ માટે ઈચ્છા વ્યક્ત કરી છે જેમાં રાજુલાની બેઠક પરથી જોઈએ તો રાજુલાના ધારાસભ્ય અંબરીશભાઈ ડેર,મહુવાના માજીધારાસભ્ય કનુભાઈ કલસરિયાને અમરેલી જીલ્લામાંથી સંસદની ચૂંટણી લડાવાની ઈચ્છા છે જ્યારે સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત પોતે સંસદની ચૂંટણી લડવા માંગતા હોય તેવું સુત્રો માંથી જાણવા મળ્યું,ધારી-બગસરા બેઠક પરના ધારાસભ્ય જે.વી.કાકડીયાએ તેની પત્ની કોકિલાબેન કાકડીયાને લોકસભાની ચૂંટણી લડાવવા ઈચ્છા વ્યક્ત કરી હોવાનું સૂત્રમાંથી જાણવા મળ્યું
જ્યારે લાઠી-બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર પોતે પણ દાવેદાર છે અને તેમની પુત્રી જેનિબેન ઠુંમર જિલ્લા પંચાયત ના માજીપ્રમુખ રહી ચૂકેલાં છે. લોકસભાની ચૂંટણી લડાવવા ઈચ્છા વ્યક્ત કરી હોવાનું સૂત્રમાંથી જાણવા મળ્યું છે અમરેલીની બેઠકના ધારાસભ્ય કે જે હાલ ગુજરાત વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીને પણ પાર્ટી આ બેઠક પરથી લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કરી શકે છે.