www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

33% મહિલા અનામત લાગુ કરવાની રાહુલ ગાંધીની ખાતરીને વધાવી લેતા જેનીબેન ઠૂંમર

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના આગેવાન અને અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી જેનીબેન ઠુંમરે એક નિવેદનમાં જણાવ્યું છે કે, કોંગ્રેસ અધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ લોકસભાની ચુંટણી પ્રચારાર્થે તામિલનાડુના પ્રવાસ દરમિયાન ચેન્નાઇમાં એક કોલેજના કાર્યક્રમમાં ઉપસ્થિત છાત્રાઓને સંબોધતા “ મહિલા અનામત “ માટે અત્યંત મહત્વપુર્ણ જાહેરાત કરી છે કે “ જો કોંગ્રેસ સત્તામાં આવશે તો મહિલાઓ માટે સંસદ અને વિધાનસભાઓ ઉપરીત સરકારી નોકરીઓમાં પણ ૩૩ ટકા મહિલા અનામત બીલ પસાર કરવામાં આવશે. “ કોંગ્રેસ અધ્યક્ષશ્રી રાહુલ ગાંધીની આ અત્યંત મહત્વપૂર્ણ જાહેરાતને હું કોંગ્રેસની એક અગ્રણી મહિલા કાર્યકર તરીકે દિલથી આવકારૂં છું અને સ્પષ્ટપણે માનું છું કે ભવિષ્યમાં જયારે પણ “ મહિલા અનામત બીલ “ પસાર થશે ત્યારે દેશની મહિલાઓના અધિકારોમાં વધારો થશે અને મહિલાઓનું સાચા અર્થ સશક્તિકરણ થશે અને એટલે જ કોંગ્રેસ અધ્યક્ષશ્રી રાહુલ ગાંધીની આ અત્યંત મહત્વપૂર્ણ જાહેરાતને હું અમરેલી જિલ્લાની મહિલાઓ વતી આવકારૂં છું.