www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી વિડિયો ગેલેરી

યાત્રાધામ ભુરખીયા હનુમાનજી મંદિરે અખિલ ભારતીય મહિલા રામાનંદી વૈરાગી વૈષ્ણવ સમાજનુ મહીલા સમેલન યોજાયુ

અમરેલીના લાઠી તાલુકામા આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ ભુરખીયા હનુમાનજી મંદિરે રામાનંદી વૈરાગી વૈષ્ણવ સમાજ મહિલા પરિચય સમેલન તા.૧૬-૩-૧૯ ના રોજ યોજાયેલ. મહીલા સમેલનના સંચાલક મંજુલાબેન એચ.લશ્કરીના નેતૃત્વમા દાદાના સાનિધ્યમા મારૂતિ યગ્ન અને દાદાની સન્મુખ સંદરકાંડનુ આયોજન કરેલ હતુ.મંજુલાબેને તેના વ્યકત્વયમા જણાવેલ કે આપણા સમાજમા અભ્યાસ તેમજ સામાજીક પ્રવૃતિમા મહીલાઓ ખુબ જ પાછળ છે તેને ઉજાગર કરો અને તમામ ક્ષેત્રમા આગવુ સ્થાન પ્રાપ્ત કરવાની પ્રેરણા આપેલ હતી.આ સમેલનમા રામાનંદી સમાજ બહોળી સંખ્યામા ઉપસ્થિત રહેલ.