www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

બાબરા તાલુકાના શેખપીપરીયા જવાના રસ્તેથી ઇંગ્લીશ દારૂ સાથે આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી ટીમ

​​ પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય, સાહેબ* દ્વારા આગામી લોકસભા સામાન્ય  ચુંટણી અનુસંધાને પોલીસ પેટ્રોલીંગ સઘન બનાવવા અને પેટ્રોલીંગ દરમ્યાન કડક વાહન ચેકીંગ તથા પ્રોહી-જુગારના કેસો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે  અન્વયે તા.૧૬/૦૩/૨૦૧૯  ના રોજ એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી બાબરા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન શેખપીપારીયા ગામે જવાના રસ્તે પહોંચતા બાતમી રાહે હકિકત મળેલ શેખપીપરીયા જવાના રસ્તે વાળીમાં એક ઇસમ ઇંગ્લીશ દારૂનું વેચાણ કરે છે. તેવી ચોક્કસ બાતમી મળતા શેખપીપારીયા ગામે જવાના રસ્તે બાતમીમાં જણાવેલ વાડીએ જઈ વર્ણન વાળા ઇસમને ઇંગ્લીશ દારૂ સાથે ઝડપી પાડેલ છે.

પકડાયેલ આરોપીઃ*-
(૧) વિક્રમ કલસીંહ  હુડવે (આદિવાસી) ઉ.વ.૩૬ ધંધો- મજુરી રહે.હાલ ગળકોટડીની સીમમાં તા.બાબરા જી.અમરેલી
​​
પકડાયેલ મુદ્દામાલ :*
ભારતીય બાનાવટનો ઇંગ્લીશ દારૂની પ્લાસ્ટીકની બોટલ નંગ -૩૮ કિ રૂ. ૧૩,૩૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કિ રૂ. ૫૦૦/- મળી કુલ મુદ્દામાલ સહિત કિ.રૂ. ૧૩,૮૦૦/-

આમ, અમરેલી એસ.ઓ.જી.ટીમને ઇંગલીશ દારૂની બોટલ  સાથે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.