www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ ફેસીલીટેશન સેન્ટર ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કરશે

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯ અન્વયે ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી ફરજ પ્રમાણપત્ર અને પોસ્ટલ બેલેટથી મતદાનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સંબંધિત કર્મચારીઓ પોસ્ટ ખાતા ઉપરાંત તાલીમ દરમ્યાન મતદાન કરી શકે તે માટે તાલીમ સ્થળે ફેસીલીટેશન સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. ૧૪ અમરેલી લોકસભા મતવિસ્તારના તમામ વિધાનસભા મતવિભાગોમાં તાલીમના દિવસોએ ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ, પોલીસ, હોમ ગાર્ડ, એસ. ટી. વિભાગ વગેરેના કર્મચારીઓ મતદાન પોસ્ટલ બેલેટથી માટે આપી શકે તે માટે નીચે પ્રમાણે દર્શાવેલ સમયપત્રક મુજબ મતદાન કરવાનું નક્કી કરેલ છે.