www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

ધારી આંબરડીની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

મે. પોલીસ અધિક્ષકશ્રી નીર્લિપ્ત રાય સાહેબ અમરેલીનાઓની સૂચના મુજબ તેમજ ના. પો. અધિ.શ્રી કે. જે. ચૌધરી સાહેબ સાવર કુંડલાના માર્ગદર્શન મુજબ અમરેલી જિલ્લા માથી પ્રોહિબિશન પ્રવૃત્તિને નસ્તનાબૂદ કરવા સૂચનાઓ  મળતા તા.૧૫-૦૪-૨૦૧૯ ના રોજ કોમ્બિંગ નાઈટ દરમ્યાન ધારી પો. સ્ટે. ના પો. સબ. ઇન્સ.  એ. વી. પટેલ સાહેબની સીધી રાહબરી નિચે HC જિતેન્દ્રભાઈ મહેતા તથા HC દેવેન્દ્રભાઇ  જોષી તથા પોકો જયંતીભાઈ ભાશરકા તથા પોકો મનિષભાઈ ઝાલા નાઓ કોમ્બિંગ નાઇટમા આંબરડીની સિમ વિસ્તારમા હતા તે દરમ્યાન  પો.સબ. ઇન્સ.શ્રી  એ. વી. પટેલ સાહેબની બાતમીના આધારે આંબરડી ગામના બહાદુરભાઇ અનુભાઈ વાળાની કબ્જા ભોગવટાની વાડીએથી નિચે મુજબની  પ્રોહિ મુદ્દામાલની મોટી ભઠ્ઠી પકડી પાડી  કાયદેસર કાર્યવાહિ કરેલ છે. (૧) દેશીદારુ બનાવવાનો આથો .૭૬૦૦/-તથા દેશીદારુ  ૨૯૦ લિટર કી. રૂ. ૮૭૦૦/-તથા પ્રોહિ મુદ્દામાલમા ઉપયોગમા લીધેલ  સરસામાન કી. રૂ. ૬૯૦૦૦/-મળી કુલ મુદ્દામાલ કી. રૂ. ૮૫૩૦૦/-નો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહિ કરેલ છે.