www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

ગુજરાતમાં ભાજપના શાસનમાં,શાળામાં શિક્ષક નથી,દવાખાનામાં ડોક્ટર નથી,પંચાયતમા તલાટીમંત્રી નથી,ખેતરમાં નર્મદાનું પાણી નથી : પરેશ ધાનાણી

ભાવનગરના મહુવાના વિજપડી પાસે આસરાણા ચોકડી ખાતે રાહુલ ગાંધીની જનસભાનું આયોજન કરાયું છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીને જીતાડવા રાહુલ ગાંધી મેદાને ઉતર્યા છે. અમરેલી, જૂનાગઢ અને ભાવનગર બેઠક માટે જનસભાનું આયોજન કરાયું છે. રાહુલ ગાંધી સભાસ્થળે આવી પહોંચ્યા છે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મોદી અદાણી અને અંબાણીના ચોકીદાર છે. અમારી સરકારોએ રાજસ્થાન,છત્તીસગઢ,માં ખેડૂતોના દેવા માફ કર્યાં, ગુજરાત સરકારે દેવા માફ ન કર્યું. ન્યાય યોજનાના પૈસા માલ્યા અને લલિત મોદી જેવા ચોરોના ખાતામાંથી આવશે
દરરોજ એક ઉદ્યોગપતિનું દેવું માફ થવાની વાત સંભળાય છેઃ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મોડો આવ્યો માફ કરજો. જનતાએ મોદી પર ભરોસો કરી પ્રધાનમંત્રી બનાવ્યા છે. ગુજરાતે 26 સીટ આપી મોકલ્યા, ભરોસો હતો કે કંઇક કરશે. પરંતુ મોટા વાયદા કર્યા. રોજગારી, 15 લાખની વાત બધું જ ખોટુ નીવડ્યું. ભારતની સરકાર દર વર્ષે 72 હજાર રૂપિયા 25 કરોડ લોકોને આપી શકે છે. મોદી સરકારે 15 લાખ રૂપિયા આપવાની વાત કરી જે જુઠુ સાબિત થયું. જીએસટીને ગબ્બરસિંહ ટેક્સ નામ આપું છું. દેશના લોકોને દિલ પર ઘા કર્યો છે આ સરકારે. દરરોજ અમે સાંભળીએ છીએ કે કોઇ એક ઉદ્યોગપતિનું દેવું માફ થાય છે. મોદીએ નોટબંધી કરી તેમાં અર્થતંત્રના ચીથરાં ઉડી ગયા. પુરૂષોને ઉદાસીન નહીં કરૂ.