www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

જો ભાજપ જીતશે તો આપણે ચૂંટણી કાર્ડ શોકેસમાં મુકવા પડશે, આ માણસ 2019 પછી ચૂંટણી દૂર કરવાના મૂડમાં : હાર્દિક પટેલ

હાર્દિક પટેલે જય જવાન જય કિશાનના નારા સાથે સંબોધન કરતા જણાવ્યું હતું કે, આ વર્ષે ભાજપ કોંગ્રેસ સામે સામ દામ દંડ અને ભેદની નીતિ અપનાવી રહી છે. થોડા સમય પહેલા મહુવામાં ખેડૂતો પર લાઠી વરસાવવામાં આવી હતી. અમરેલી, ભાવનગરના ઉમેદવારને મજબૂત બનાવવા અને સરકાર બનાવવામાં પ્રજાનો જોશ જોવા મળે છે. આવનારા દિવસો ખેડૂત, યુવાન અને રોજગારી માટેના છે. ભાજપ સરકારનું સાશન છે છતાં હજુ સુધી ખેડૂતોને સિંચાઇનું પાણી મળતું નથી. જવાન શહીદ થાય તો તેના પરિવારને પૂરતું વળતર આપવાનું વચન કોંગ્રેસ સરકારે આપ્યું હતું. જો ભાજપ જીતશે તો આપણે ચૂંટણી કાર્ડ શોકેસમાં મુકવા પડશે, આ માણસ 2019 પછી ચૂંટણી દૂર કરવાના મૂડમાં છે.