www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

અમરેલી ખાતે ચૂંટણી ફરજ પરનાકર્મીઓએ પોસ્‍ટલ બેલેટથી કર્યું મતદાન

આગામી લોકસભાની ચૂંટણી ઉપર ફરજ પરના કર્મીઓ પોતાનું મતદાન કરી શકે તે માટે થઈ ચંૂટણીપંચ દ્વારા ચૂંટણી ફરજ પ્રમાણપત્ર અને પોસ્‍ટલ બેલેટ દ્વારા મતદાન કરી શકે તે માટે થઈ અત્રેની જીજીબેન ગર્લ્‍સ હાઈસ્‍કૂલ ખાતે મતદાનની વ્‍યવસ્‍થા ગોઠવી હતી. જેના અનુસંધાને આજે ચૂંટણી ફરજ ઉપરના કર્મચારીઓ જેવા કે, પોલીસ કર્મીઓ, હોમગાર્ડઝ, એસ.ટી.ના કર્મીઓ વિગેરેએ આજે મતદાન કર્યું હતું. આવતીકાલે પણ આજ સ્‍થળ ઉપર હજુ મતદાન કરી શકે તેવી વ્‍યવસ્‍થા પણ ગોઠવવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.