www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

અમરેલીમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીનાં આગમનને લઈને વૃક્ષ છેદન કરાયું

અમરેલીમાં ગુરૂવારે પ્રધાનમંત્રી મોદીનું આગમન થવાનું હોય ચિતલ રોડ પર આવેલ અનેક વૃક્ષોનું છેદન કરવામાં આવતાં પર્યાવરણ પ્રેમીઓમાં તંત્રની હરકત સામે નારાજગીનો માહોલ જોવા મળી રહયો છે. પ્રધાનમંત્રી હવાઈ માર્ગો એરપોર્ટ પર આગમન થયા બાદ ચિતલ રોડ પરથી તેઓએ ફોરવર્ડ હાઈસ્‍કૂલ પટાંગણમાં સભા સ્‍થળે જવાનો હોય સુરક્ષાના નામે ચિતલ રોડ પરના અનેક વૃક્ષોનું છેદન કરવામાં આવતા પર્યાવરણ પ્રેમી પ્રધાનમંત્રી આ ઘટના જાણશે તો દુઃખ અનુભવશે તે કહેવું અસ્‍થાને નથી.