www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૧૯ અંતર્ગત મતદાનના દિવસે બાંધકામના કામ સાથે સંકળાયેલ શ્રમયોગીઓને સવેતન રજા અપાશે

આગામી લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૧૯ અંતર્ગત અમરેલી જિલ્લામાં આવેલ કારખાના ધારા ૧૯૪૮ હેઠળના (ઓદ્યોગીક એકમો) કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓ તેમજ બિલ્ડીંગ એન્ડ અધર કંન્સ્ટ્રક્શન વર્કસ એક્ટ-૧૯૯૬ અન્વયે નોંધણી થયેલ સંસ્થા/સાઇટો પર કામ કરતાં શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમજ લોકપ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ની કલમ ૧૩૫ (બી) મુજબ કારખાના ધારા-૧૯૪૮ હેઠળ કારખાનાના શ્રમયોગીઓ તેમજ બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ એક્ટ-૧૯૯૬ અન્વયે નોંધણી થયેલ સંસ્થા/સાઇટો પર કામ કરતાં શ્રમયોગીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવામાં આવશે. આ જોગવાઈ અનુસાર રજા જાહેર કરવાના કારણે સંબધિત શ્રમયોગી/કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવામાં આવશે નહીં. રજાના કારણે જો શ્રમયોગી/કર્મચારી પગાર મેળવવાનો હક ન ધરાવતો હોય તેવા સંજોગોમાં જે તે વ્યક્તિ રજા જાહેર ન થઈ હોય અને જે પગાર મળવાપાત્ર હોય તેટલો પગાર ચૂકવવામાં આવશે. જે મતદારની ગેરહાજરીથી જોખમ ઉંભુ થવા સંભવ હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકશાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતાં શ્રમયોગી/કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકારી ભોગવી શકે તે માટેની ફરજની સમયમાંથી મતદાનના સમયગાળા દરમ્યાન ઓછામાં ઓછા ત્રણ થી ચાર કલાક મતદાન માટે સવેતન રજા મળવાપાત્ર રહેશે. જો કોઈ કારખાનેદાર માલિક કે નોકરીદાતા ઉપરોક્ત જોગવાઈથી વિરુધ્ધ વર્તન કરશે તો આ કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.