www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

લોક ઉપયોગી ટીફીન મીટીંગમા સૌ ઉપસ્‍થિત રહીએ – કૌશિક વેકરીયા

સાથે રમીયે..સાથે…જમીયે…સાથે કરીયે સારાકામ આ વિસરાતી પ્રાચીન પરંપરાને ફરી ઉજાગર કરવાનુ કામ ભારતીય જનતા પક્ષ ટીફીન મીટીંગના માઘ્‍યમથી કરી રહયો છે. પક્ષના વરિષ્ઠ આગેવાનો શ્રી પરશોતમભાઈ રૂપાલા અને શ્રી દિલીપભાઈ સંઘાણી ફરા અમરેલી ખાતે આ પ્રકારની મીટીંગ સૌ પ્રથમવાર યોજાયેલ અને તે એટલી સફળ રહી કે સમગ્ર રાજયમા આ પરંપરાને અનુસરવા આયોજનો ગોઠવાયા. અમરેલી ખાતે આગામી તા.૧૬-૦૬/ર૦૧૯,રવિવારના રોજ કેન્‍ફ્‍ીય મંત્રી શ્રી પરશોતમભાઈ રૂપાલાના અઘ્‍યક્ષસ્‍થાને ટીફીન મીટીંગ સવારના ૯-૩૦ કલાકે રામાણી ફાર્મ, ગૌ-શાળા પાછળ, ઈટના ભઠૃા પાસે, કુકાવાવ રોડ, અમરેલી ખાતે યોજાશે જેમા સૌને ઉપસ્‍થિત રહેવા જિલ્‍લા ભાજપ મહામંત્રી કૌશિક વેકરીયા એ અખબારી યાદીમા જણાવેલ છે. વેકરીયા એ વધુમા જણાવેલ છે કે, આ ત્રીવેણી સંગમ જેવી ટીફીન મીટીંગ છે જેમા ફરીવાર કેન્‍ફ્‍ીય મંત્રી પદે આરૂઢ શ્રી પરશોતમભાઈ રૂપાલા, દેશની સર્વોચ્‍ચ સહકારી સંસ્‍થા ઈફકોના વાઈસ ચેરમેન પ આરૂઢ શ્રી દિલીપભાઈ સંઘાણી અને જંગીલીડ સાથે વિજયી નિવડેલા સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાને સન્‍માનિત કરવાના આયોજન સાથે યોજાયેલ ટીફીન મીટીંગ પક્ષાપક્ષીથી પર સામુહીકલોકશાહીનુ પ્રતિબીંબ છે