www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટ અંગે લોકસભા ગૃહમાં ચર્ચા કરતા અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા

દેશના લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અઘ્‍યક્ષતામાં કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા રજુ કરવામાં આવેલ વર્ષ ૨૦૧૯-૨૦ ના બજેટ અંગે અમરેલીના સાંસદશ્રી નારણભાઈ કાછડીયાએ તા. ૦૯ જુલાઈના રોજ લોકસભા ગૃમાં ચર્ચા કરતા જણાવેલ હતું કે, ૧૭ મી લોકસભાનું પહેલું પૂર્ણ બજેટ યુવાઓ, ગરીબો, કિસાનો, શોષીતો, વંચીતો, દલીતો અને મહીલાઓને સમર્પિત એક સર્વાગી બજેટ છે. આ બજેટ ન્‍યુ ઈન્‍ડિયાના વિચારને સ્‍થાપિત કરવા એક પાયાના પથ્‍થર તરીકે સાબિત થશે. આ સમાવેશી અને જન કલ્યાણકારી બજેટ માટે યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણને અભિનંદન આપતા સાંસદશ્રીએ જણાવેલ હતું કે, અમારી સરકાર સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસને ચરિતાર્થ કરતા આ બજેટની દરેક યોજનામાં ગામ, ગરીબ અને કિસાનને કેન્દ્રમાં રાખવામાં આવેલ છે. જેથી ગામડાઓમાં વસવાટ કરતા જે ગ્રામીણો ગરીબીને કારણે મુળભુત સુવિધાથી વંચીત છે અથવા ખેડુતોને આર્થીક સમસ્‍યા હોય કે જંગલમાં વસવાટ કરતા આદીવાસી ભાઈબહેનોનો વિકાસ થશે. અમારી સરકાર પહેલા એટલે કે, પાંચ વર્ષ પહેલા અર્થવ્‍યવસ્‍થાની દ્રષ્ટિએ આપણો દેશ ૧૧ માં નંબર ઉપર હતો જે વર્તમાનમાં ફ્રાન્‍સને પછાડી આપણો દેશ આજે ૬ સ્‍થાન ઉપર નવું કિર્તિમાન હાસલ કરેલ છે. આઝાદી પછી દેશની અર્થવ્‍યવસ્‍થાને એક ટ્રિલીયન ડોલર પહોચવામાં ૫૫ વર્ષ લાગ્‍યા હતા જયારે અમારી સરકારે ફકત ૫ વર્ષમાં દેશની અર્થવ્‍યવસ્‍થામાં ૧ ટ્રિલીયન ડોલર રાશી જોડેલ છે અને આજે આપણે લગભગ ૩ ટ્રિલીયન ડોલરના સ્‍તરની નજીક છીએ અને આવનાર ૫ વર્ષમાં ૫ ટ્રિલીયન ડોલરના સ્‍તર સુધી પહોચવાનો લક્ષાંક છે. જે અમારી સરકાર પૂર્ણ કરશે. સાંસદશ્રી સરકારશ્રીની વિવિધ યોજનાઓની સિઘ્‍ધી અંગે માહિતી આપતા જણાવેલ હતું કે, એન.ડી.એ. ની સરકાર ઉજજવલા યોજના મારફતે દેશના ૭ કરોડથી પણ વધુ પરિવારોને ઘરેલુ ગેસ કનેકશનો આપેલ છે. ૨૦૨૨ સુધી દેશના દરેક ગ્રામીણ પરીવારોને વિજળી અને ગેસ કનેકશનોની સુવિધા આપવાનો સરકારનો ઘ્‍યેય છે. આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્‍વપ્‍ન છે કે ૨૦૨૨ સુધી દરેક પાસે પોતાનું ઘર હોય, જે હેતુ સિઘ્‍ધ કરવા માટે આવાસોના લક્ષાંકો નકકી કરવામાં આવેલ છે. જેમાં છેલ્લા ૫ વર્ષમાં ૧.૫૪ કરોડ આવાસો બનાવેલ છે અને બીજા ચરણમાં ૧.૯૫ કરોડ આવાસો બનાવવાનો અમારો લક્ષાંક છે. આ બજેટમાં સરકારે ૫ લાખ સુધીની વાર્ષિક ઉપર કરમુકત કરવાની ઘોષણા કરી છે. વેપારીઓ અને લોકોની મુશ્‍કેલીઓ નિવારવા અર્થે જી.એસ.ટી. ના કાનુનમાં સુધારો કરવામાં આવેલ છે તથા ઈન્‍કમટેક્ષ રીર્ટનમાં પાન કાર્ડને મરજીયાત કરવાનો નિર્ણય સરકારે કરેલ છે. પી.એમ.એસ.વાય. અંર્તગત ૩૦ હજાર કિ.મી. લાંબી સડકો બનાવવામાં આવે છે તથા ભારતમાલા પરી યોજના અંર્તગત ૨૦૨૨ સુધીમાં લગભગ ૩૫ હજાર કિ.મી. નેશનલ હાઈવેનું નિર્માણ અને અપગ્રેડ કરવામાં આવશે. ઉડાણ યોજના અંતર્ગત નાના શહેરોમાં વાયુ માર્ગની સુવિધા ઉપલબ્‍ધ કરવામાં આવશે તથા દેશમાં પાણી સમસ્‍યાના નિવારણ અર્થે જળ શકિત મત્રાલયનું ગઠન કરવામાં આવ્‍યું છે. વિશ્વની સૌથી મોટી યોજના આયુષ્યમાન ભારત અંતર્ગત ૫૦ કરોડ લોકોને આરોગ્‍યની સુવિધા પ્રાપ્‍ત થઈ રહી છે. વર્ષ ૨૦૨૨માં આપણે સ્‍વાધિનતાની ૭૫ મી વર્ષગાંઠ મનાવીશું તે પહેલા ખેડુતો, ગરીબો અને ગામોના સર્વાગી વિકાસથકી વિશ્વના વિકાસને નેતૃત્‍વ આપવા માટે અમારી સરકાર સતત પ્રયત્‍નશીલ છે. અંતે સાંસદશ્રીએ આ બજેટ દેશને સમૃઘ્‍ધ અને સમર્થ બનાવનાર બજેટ ગણાવી આ બજેટથી ગરીબોને બળ, યુવાઓને બહેતર ભવિષ્ય અને મઘ્‍યમ વર્ગને પ્રગતિમાં રફતાર મળશે તેમ જણાવેલ હતું.