www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

આગામી દિવસોમાં ખેલ મહાકુંભ 2019 યોજાશે

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, અમરેલી દ્વારા ખેલ મહાકુંભ વર્ષ 2019નું આયોજન કરવામાં આવનાર છે. જેમાં અલગ અલગ જૂથ મુજબની રમતોમાં ભાગ લેવા આગામી ૧૫મી જુલાઈથી રજીસ્ટ્રેશન શરૂ થશે. જિલ્લાના ભાગ લેવા માંગતા ઇચ્છુક ખેલાડીઓને રજીસ્ટ્રેશન કરાવવા માટે www.khelmahakumbh.org વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે. જિલ્લાની તમામ શાળા સંસ્થામાંથી વધુમાં વધુ બાળકો ભાગ લે એવા પ્રયત્નો ટ્રસ્ટને આચાર્યશ્રીની કક્ષાએથી કરવા જણાવાયું છે. આ ઉપરાંત વધુ વિગત માટે જિલ્લા રમત ગમત
અધિકારીની કચેરી, બહુમાળી ભવન, સી બ્લોક, પ્રથમ માળ, રૂમ 110/111, અમરેલી ફોન – ૦૨૭૯૨ ૨૨૩૬૩૦ ખાતે સંપર્ક કરવાનો રહેશે.