www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

વિવિધ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેતા અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા

લાઠી તાલુકાના શેખપીપરીયા ગામે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવમાં આવેલ હતુ. જેમાં અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ વિશેષ હાજરી આપેલ હતી. આ કાર્યક્રમમાં સાંસદશ્રીએ શેખપીપરીયા ગામે તળાવમાં આવેલ નવા નીરના વધામણા કરી, પર્યાવરણનું જતન થાય અને વાતાવરણમાં સમતુલા જળવાઈ રહે તે હેતુથી રોપાઓનું વિતરણ કરી વક્ષા રોપણ કરેલ હતુ તથા સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યરત સદસ્‍યતા અભિયાનભ અંતર્ગત સભ્‍ય નોંધણી પણ કરાવેલ હતી. આ તકે કેન્‍ફ્‍ સરકાર દ્વારા જમ્‍મુ-કાશ્‍મીર માંથી 370 કલમ હટાવવાના ઐતિહાસિક નિર્ણયમાં સાક્ષી બનવા બદલ આગેવાનો અને ગામ લોકો દ્વારા સાંસદશ્રીનું સન્‍માન કરી આભાર પ્રગટ કરવામાં આવેલ હતો. આ તકે, સાંસદશ્રી સાથે જીલ્‍લા ભાજ5 મહામંત્રી શ્રી કૌશીકભાઈવેકરીયા, જીલ્‍લા ભાજપ ઉપપ્રમુખ શ્રી મયુરભાઈ હીરપરા, શ્રી મગનભાઈ કાનાણી, શ્રી ઘનશ્‍યામભાઈ સાવલીયા, શ્રી જગદીશભાઈ ખુંટ, શ્રી કાળુભાઈ દુધાત, શ્રી ભરતભાઈ બોદર, શ્રી ભરતભાઈ સુતરીયા, શ્રી દિનેશભાઈ મારૂ, શ્રી સોમજીભાઈ સાંબલીયા, શ્રી શીવાભાઈ ગોહીલ, શ્રી અશોકભાઈ ભાદાણી, શ્રી મગનભાઈ ભાદાણી, શ્રી સંજયભાઈ ચોથાણી, શ્રી ધીરૂભાઈ કાકડીયા, શ્રી બાલુભાઈ ભાદાણી, શ્રી મનસુખભાઈ ભાદાણી, શ્રી રાવતભાઈ ડેર, શ્રી કેતનભાઈ સોરઠીયા સહીતના આગેવાનો અને કાયૅકરો ઉપસ્‍થિત રહયા હતા.