www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

અમરેલીના લાઠી રોડ પર વહેલી સવારે અજાણ્યા વાહનની અડફેટે વાછરડાનું મોત. સવારનો બનેલ બનાવ કલાકો બાદ હજુ મૃત વાછરડું ઘટના સ્થળે જ છે

અમરેલી શહેરના લાઠી રોડ પર ઢેબરાં હોટેલ સામે આજે વહેલી સવારે કોઈ અજાણ્યા વાહને એક નાના વાછરડા ને અડફેટે લેતા વાછરડાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.આ ઘટના વહેલી સવાર ની હતી અને ઘણા કલાકો વીતી ગયા છતાં વાછરડા ના માલિક કે તંત્ર વાછરડું ઉપાડવા આવ્યું નથી..સામાન્ય રીતે કોઈ ગાય કે મુંગુ ઢોર વીજળીના થાંભલા સાથે કે અકસ્માતે જીવતા વાયર ને અડી જાય અને મોત નીપજે તો તેનો માલિક પીજીવીસીએલ વિરુદ્ધ દેકારો મચાવે છે કારણ કે પીજીવીસીએલ તે મૃત ગાય ના પૈસા ચૂકવતી હોય છે આ અજાણ્યા વાહનથી વાછરડા નું મોત નીપજ્યું તો કોઈ માલિક ફરકતા નથી. ઘટના સ્થળ પર ના સ્થાનિકો પણ એવું ઈચ્છી રહ્યા છે કે આ વાછરડા ને કોઈ રોડ પરથી નિકાલ કરે કોઈ રોડ પર પસાર થતા કોઈ મોટા વાહનો ભૂલ થી પાછા મૃત વાછરડા ને અડફેટે ના લે.