www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

ડેડાણમાં તાજીયા કમીટી દ્વારા મોહરમ પવૅ નિમીત્તે પરંપરાગત રીતે તાજીયાનૂ ઝુલુશ નિકળ્યૂ હતું

આ તાજીયાના દર્શનાર્થે ઠેર ઠેર આબાલવૃદ્ધો હિન્દુ તથા મૂસ્લીમ બિરાદરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. ઠેર ઠેર રૂટ પર સબીલ તથા ચા નાસ્તા અને કોલ્ડડીકસ ના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતાં. ડેડાણ માં રાત્રે 9:30 કલાકે તાજીયા પડમા આવ્યા હતા અને ડેડાણ રાજવી પરિવાર સહિત બ્રહ્મ સમાજ. પાટીદાર સમાજ. કોળી સમાજ. તથા અન્ય સમાજ. વેપારી એસોસિયેશન સહિત ગામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો હૂસેની મહેફિલ મા જોડાયા હતાં
જૂલશ દરમિયાન ઠેર ઠેર હિન્દુ તથા મૂસ્લીમ બિરાદરો શ્રીફળ વધેરી પોત પોતાની મન્નત પૂર્ણ કરી હતી. અને બિજા દિવસે ભારે વરસાદ વચ્ચે ડેડાણ ગામના રાજમાર્ગો પર તાજીયા નૂ જૂલશ નિકળ્યૂ હતું જેમાં રામ રહીમ ચોક ખાતે અનરાધાર વરસાદ વરસ્યો હતો ત્યારે ડેડાણ માં આવેલ ઐતિહાસિક શ્યામ મંદિર કે જે બેતાલીસ બાબરીયાવાડ ના કાઠી દરબાર સમાજના ઈસ્ટ દેવ કહેવામાં આવે છે તેવા ભગવાન શ્રી શ્યામ મંદિર ના પટાંગણમાં ઈમામ હુસેન ના તાજીયા ને આવકારતાં ડેડાણ રાજવી પરિવાર નો ડેડાણ મૂસ્લીમ સમાજ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો અને રાજવી પરિવારના આ કાર્યથી ડેડાણ ગામ સમસ્ત મૂસ્લીમ સમાજ કાયમી તેમનો રૂણી રહેશે. અને અમરેલી જિલ્લા પોલીસ વડા નીલીપ્ત રાય સાહેબ ની સૂચના અનુસાર અને ખાંભા પી એસ આઈ તૂવર સાહેબ ના માર્ગદર્શન હેઠળ ડેડાણ આઉટ પોસ્ટ ના જમાદાર શિરીજભાઈ બરજોડ તથા સ્ટાફે અને હોમગાર્ડ જવાનો દ્વારા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત જાળવ્યો હતો.