www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

ભાજપના ખોખલા વિકાસકાર્યોની પોલ ખોલતા અમરેલી તાલુકા કોંગ્રેસના મહામંત્રી વીપુલ પોંકીયા

અમરેલી લાઠી રોડ બાયપાસથી ચિતલ રોડ બાયપાસ હાલમાં જે નવો બન્‍યો છે,તેનું લોકાર્પણ ગત તા. 08/09/19 રવીવારના રોજ ભાજપના નેતાઓના હાથે કરવામાં આવ્‍યું હતું. તેનું સત્‍ય સનાતન એ છે કે, બંને બાજુના છેડા બની ગયા છે, પરંતુ વચ્‍ચે 1.00 કિ.મી. જેવો રોડ હજુ પણ બનાવવાનો બાકી છે તથા રેલ્‍વે ફાટક પણ મુકવાનું બાકી છે તથા ડીવાઈડર કલર કામ અને માટી કામ પણ બાકી છે, તો આટલું બધુ કામ બાકી હોવા છતાં પણ ભાજપના નેતાઓ દ્રારા સસ્‍તી પ્રસિઘ્‍ધી માટે લોકાર્પણ કરી દેવામાં આવ્‍યું છે, ઉપર છલ્‍લુ કામ પતાવીને અંદરનું કામ બાકી રાખીને જાહેર જનતાને વિકાસના ઉંધા ચશ્‍મા પહેરવાનું આ ભાજપના નેતા બંધ કરે.