www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

અમરેલી જિલ્લાના ખેડૂતમિત્રો તા. ૩૧મી ઓક્ટોબર સુધી ઓનલાઈન અરજી કરી શકશે

અમરેલી જિલ્લામાં બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ યોજનાઓમાં સહાય મેળવવા ઇચ્છુક ખેડૂતમિત્રો માટે આઈ – ખેડૂત પોર્ટલ http://ikhedut.gujarat.gov.in મારફતે તા. ૩૧મી ઓક્ટોબર સુધી ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવનાર છે. રસિક ખેડૂતમિત્રો જરૂરી સાધનિક પુરાવા સાથેની ઓનલાઇન અરજી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી અમરેલી ખાતે મોકલી આપવાની રહેશે. આ ઉપરાંત અરજી કરતી વખતે ખેડૂત ખાતેદારે ૭, ૧૨,
૮-અ, બચત બેન્ક ખાતા, આધારકાર્ડ તથા મોબાઈલ નંબરની વિગતો વગેરે પુરાવા સાથે રાખવા જરૂરી છે. વધુ માહિતી માટે ૦૨૭૯૨ ૨૨૩૮૪૪ નો સંપર્ક સાધવા નાયબ બાગાયત નિયામકશ્રીની યાદીમાં જણાવેલ છે.