www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

અમરેલીમાં શીતલ સફારી પ્‍લાન્‍ટમાં ત્રણ મહિના પહેલા થયેલ ચોરીનાં આરોપીને ચોરીનાં મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓએ જીલ્‍લામાં મિલ્‍કત સબંધી જે ગુન્‍હાઓ બનેલ હોય અને અમરેલી જીલ્લાના નાગરિકોની મિલકત ચોરાયેલ હોય તેવા વણશોધાયેલ ગુન્‍હાઓનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડી તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ રીકવર કરી તેના મુળ માલિકને મિલકત પાછી મળે તે માટેના સઘળા પ્રયત્નો કરવા અને આવા  વણશોધાયેલ મિલકત સબંધી ગુન્‍હાઓનાં  ભેદ ઉકેલવા ખાસ  સુચના અને માર્ગદર્શન  આપેલ હોય  જે અનુસંધાને અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે અમરેલી, સાવરકુંડલા બાયપાસ ચોકડી પાસેથી ચોરીના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી લેવામાં આવેલ છે.
ગુન્‍હાની વિગતઃ-
ગઇ તા.૨૬/૦૭/૨૦૧૯ ની રાત્રીનાં અમરેલી બાયપાસ રોડ ઉપર આવેલ શીતલ સફારી પ્‍લાન્‍ટમાં કામ કરતા મજુરોનાં મોબાઇલ ફોન નંગ – ૫ કિં.રૂ.૧૯,૦૦૦/- તથા રોકડા રૂ.૫૨૦૦ મળી કુલ રૂ.૨૪,૨૦૦/- ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરીને લઇ ગયેલ. આ અંગે અમરેલી તાલુકા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૧૨૮/૨૦૧૯, ઇ.પી.કો. કલમ ૩૮૦, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્‍હો રજી. થયેલ.
પકડાયેલ આરોપીઃ-
અજુ ઉર્ફે અજીત ઉર્ફે અજય ધીરૂભાઇ પરમાર, ઉ.વ.૨૫, ધંધો – મજુરી રહે.અમરેલી, રોકડીયા પરા, બાયપાસ રોડ  તા.જી.અમરેલી હાલ રહે. મુળ ગામ ગરમલી (ચરખા) તા.ધારી જી.અમરેલી વાળાને ચોરીમાં ગયેલ મોબાઇલ  ફોન નંગ – ૪ કિં.રૂ.૧૬,૦૦૦/- સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરી અમરેલી તાલુકા પો.સ્‍ટે.માં સોંપી આપેલ છે. આ કામગીરી પોલીસ અધિક્ષકશ્રી. અમરેલી નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવે છે.