www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

ગુજરાત મોડેલ હેઠળ શિક્ષિત બેરોજગાર વિધાર્થીઓનાં મોરલ અને સપનાઓ તોડતી ગતિશીલ ગુજરાત સરકારને લેખિત પત્ર થી અનુરોધ કરતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

તાજેતર માં સરકાર શ્રી દ્વારા જાહેરાત કમાક/૧૫૦/૨૦૧૮૧૯,બિન સચિવાલય અને ઓફીસ આસિસ્ટન્ટ ની જાહેરાત કરવામાં આવેલ જેમાં નવ લાખ કરતા વધારે સંખ્યામાં શિક્ષિત બેરોજગાર વિધાર્થીઓ દ્વારા ભરતી થવા ઓનલાઈન અરજીઓ કરેલ હતી અને પરીક્ષાની ફી પણ ભરેલી, અને આ વિધાર્થીઓ પોતાના ભાવી નક્કી કરવા રાત દિવસ મહેનત કરીને આ પરિક્ષા ની તૈયારીઓ કરતા હતા, જેમની પરિક્ષા તા ૨૦/૧૦/૨૦૧૯ નક્કી કરવામાં આવેલ તે તારીખ સચિવ શ્રી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી પત્ર જાહેર કરી મોફૂક રાખવામાં આવેલ છે, અને તમામ ન્યુઝ ચેનલોમાં પણ આ અંગેની જાહેરાત કરવામાં આવી રહી છે જેમાં ફલિત થવા પામેલ છે, આવા બનાવો અવારનવાર બનવા પામેલ છે જેમાં (૧)લોક રક્ષક, (૨) મુખ્ય સેવીકા,(3) નાયબ ચીટનીશ અને (4)આઈ. ટી.આઈ. સુપરવાઈઝર  ની ભરતી માં પણ આવીજ રીતે ભરતી ના પેપર લીક થતાબેરોજગાર વિદ્યાર્થીઓ હેરાન થયા હતા જે અન્વયે મારો લાગણી અને માંગણી સાથેનો અનુરોધ કરવામાં આવેલ છે  કે સરકાર એક સ્વેદનશીલ સરકાર છે  તેવા મોટા ગપ્પા મારવા કરતા બેરોજગાર વ્યક્તિઓ પ્રત્યે સવેદનશીલતા દાખવાની જગ્યાએ હાલમાં આ લોકોના ભાવી સાથે ખીલાવાર થઇ રહેલ છે.જેમાં ગુજરાતી કહેવત “પાડા ના વાંકે પખાલી ને ડામ” ને સાર્થક કરવામાં આવી રહી હોય તેવું લાગી રહેલ છે, જેમાં શિક્ષિત બેરોજગાર ના ભવિષ્ય ની સાથે છેડછાડ થઇ રહેલ છે.આવી સીસ્ટમ નો ધારાસભ્ય શ્રી દ્વારા વિરોધ દર્શાવેલ છે કે અવારનવાર આવી ભરતીઓ જાહેર કરીને વિધાર્થીઓને રોજગાર નોકરી આપવાની જાહેરાત કરીને પાછળ થી આવી પરિક્ષાઓ બંધ રાખવામાં આવે છે જેમાં આવા વિધાર્થીઓએ તેમની પાછળ રાત દિવસ ઉજાગરા કરીને પોતાના અને તેમના માતા પિતા નાં સપના પુરા કરવા તનતોડ મહેનત કરતા હોય છે અને અચાનકજ આવી ભરતી ની પરિક્ષાઓ મૌફૂક અને પેપર લીક નાં સમાચાર મળતા વિધાર્થીઓ નાં સપનાઓ ટુટી જાય છે. આવીજ રીતે બનાવો બનતા શિક્ષિત બેરોજગારો અવળા રસ્તે જતા હોય છે અને વધુને વધુ બેરોજગાર અને પાયમાલ બનતા હોય છે.ભાવી યુવા પેઢી ગેરમાર્ગે દોરવાઈ રહી છે તેમનો ખ્યાલ આ ગતિશીલ સરકાર ને ધ્યાને આવતો નથી માત્ર લોકોને સ્વેદનશીલ ગુજરાત તેમજ ગતિશીલ ગુજરાત નાં મોડેલ હેઠળ આમ જનતાને લીલા કાચના ચશ્માં પેરવીને “ સુકાયેલું પીળું ખાસ ને લીલાછમ ધાસ બતાવી રહેલ છે” જેથી આ તમામ પ્રસ્તુત બાબતે ગુજરાત સરકાર ને યોગ્ય નિર્ણય લઇ આવા વિધાર્થીઓ પ્રત્યે સહાનુભુતિ દાખવી આ સીસ્ટમ માં ચાલી રહેલ જવાબદાર સામે  યોગ્ય ઘટિત કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવેલ છે .