ગુજરાત રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષના વિદ્યાર્થી, બિન વિદ્યાર્થી યુવક-યુવતીઓની શારીરિક ક્ષમતા વધે તેમજ એમની સુષુપ્ત શક્તિઓ બહાર આવે તે હેતુથી રાજ્ય સરકારના ખર્ચે આગામી ડિસેમ્બર – જાન્યુઆરી ૨૦૨૦ માં સાહસિક પગપાળા વન વિસ્તાર પરિભ્રમણનો ૧૦ દિવસનો કાર્યક્રમ યોજાનાર છે. જેમાં પસંદ થયેલા ૧૦૦ યુવક-યુવતીઓને ભાગ લેવાની તક આપવામાં આવશે. માત્ર જનરલ કેટેગરીના યુવક- યુવતીઓ કે જેઓ તારીખ ૩૧/૧૨/૨૦૧૯ના રોજ ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા હોય તેઓએ જરૂરી વિગતો સાથેની પોતાની અરજી જિલ્લા રમત ગમત કચેરી માંથી ફોર્મ મેળવી અથવા www.sycd.gujarat.gov.in તથા બ્લોગ એડ્રેસ dsoamreli.blogspot.com પરથી ડાઉનલોડ કરી સંપૂર્ણ વિગતો ભરી આધાર પૂર્વ સાથે જિલ્લા રમત ગમત કચેરી, બહુમાળી ભવન, અમરેલીને તા: ૧૬/૧૨/૨૦૧૯ સુધીમાં મોકલી આપવાના રહેશે. કાર્યક્રમ દરમિયાન નિવાસ, ભોજન, કાર્યક્રમ સ્થળે આવવા જવાનો ખર્ચ તેમજ ભાગ લેવા બદલ પ્રમાણપત્ર રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે. વધુ માહિતી માટે અમરેલી રમત ગમત કચેરીનો ૦૨૭૯૨ ૨૨૩૬૩૦ પર સંપર્ક કરવાનો રહેશે.