22 C
Gujarat
February 27, 2020
www.citywatchnews.com
અમરેલી

છેલ્લા પાંચેક માસથી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનનાં ઈંગ્લીશ દારૂના ગુન્હાના કામના આરોપી પકડી પાડતી સાવરકુંડલા ડિવિઝન ની નાસતા ફરતા સ્કોર્ડ

શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, ડી.આઇ.જી.પી. ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ નાસતાં ફરતા આરોપીઓ તથા ફરાર કેદીઓને પકડવા અંગે તા.૦૮/૦૧/૨૦૨૦ થી તા.૨૮/૦૧/૨૦૨૦સુધીની ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય, જે અન્વયે પોલીસ અધિક્ષક સાહેબ શ્રી અમરેલી નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી સાવરકુંડલા નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓના નાસતાં-ફરતા આરોપીઓ તેમજ ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીઓ તથા ફરાર કેદીઓ અંગે માહીતી મેળવી નાસતા-ફરતા આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે પો.સબ ઈન્સ. શ્રી એચ.એસ.સેગલીયા તથા હેડ કોન્સ. હિંગરાજસિંહ તથા ગંભીરસિંહ તથા નિરજકુમાર તથા પો.કો. યુવરાજસિંહ એ રીતે નાસતા ફરતા ટીમ ના માણસો સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે, સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. પ્રોહી.૨૧૦/૨૦૧૯ પ્રોહી.કલમ ૬૬(૧)બી,૬૫(એ)(ઇ), ૧૧૬(બી),૮૧,૯૮(૨) મુજબ ગુન્હાના આરોપીને સાવરકુંડલા, ખાંભા ટી પોઈન્ટ પાસેથી પકડી પાડેલ છે.
પકડાયેલ આરોપી :- બાબુભાઇ ઉર્ફે બાબભાઈ હરિભાઈ અમીપરા ઉ.વ.૪૩ ઘંઘો-ખેતી,  રહે.ખિલાવડ, બાપા સીતારામ ઓટા, નવી પ્રાથમિક શાળા પાસે તા.ગીર ગઢડા જી. ગીર સોમનાથ વાળોને ગઈ ૦૮/૨૦૧૯ ના રોજ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ઈંગ્લીશ દારૂની ૩ બોટલો રાખવાનો નો ગુન્હો રજી. થયેલ જે મજકુર આરોપી પોતાની કાયદેસરની ઘરપકડ ટાળતો હોય, અને આજરોજ સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં દરમિયાન ખાનગી બાતમી રાહે પકડી પાડેલ છે અને વઘુ તપાસ અર્થે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
આમ, અમરેલી પોલીસ અધિક્ષક સા શ્રી તથા સાવરકુંડલા નાયબ પોલીસ અધિક્ષસ સા શ્રી નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. શ્રી એચ.એસ.સેગલીયા તથા હેડ કોન્સ. હિંગરાજસિંહ તથા ગંભીરસિંહ તથા  નિરજકુમાર તથા પો.કો. યુવરાજસિંહ તથા નાસતા ફરતા ડિવિઝન ટીમે છેલ્લા પાંચેક માસથી ઈંગ્લીશ દારૂના રાખવાના ગુન્હાનાં કામના આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

 

Related posts

અમરેલી જિલ્‍લા પંચાયતનાં વર્ગ-1 અને વર્ગ-રનાં અધિકારીની કચેરી અને કારમાંથી એસી હટાવો

City Watch News

જાફરાબાદ તાલુકામાં ટીબી અને મોટા માણસામાં અમરેલી જીલ્લા પંચાયત સિંચાઇ વિભાગ દ્વારા રૂ. ૧૫,૦૦,૦૦૦ /- ના બંધારાઓ મંજૂર કરાવતા ટીકુભાઇ વરૂ

City Watch News

ધારી સ્મશાનમાં અંત્યેષ્ટિ પર હવા ફેકવાના બ્લોવરનું દાન

City Watch News