www.citywatchnews.com

Just another WordPress site

અમરેલી

એસ.ઓ.જી.શાખાએ લાઠી તથા દામનગર પો.સ્ટે. વિસ્તારમાં દારૂનાં ઘંઘાર્થીઓ પર રેઇડો કરી કેસો શોધી કાઢયા

મે.પોલીસ અધીક્ષકસા.શ્રી, અમરેલીનાઓએ પ્રોહી ડ્રાઇવ સબબ ઝુંબેશનાં સ્વરૂપે કામગીરી હાથ ઘરવા અને દારૂનાં વધુમાં વધુ કેસો શોધી કાઢવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય,ગઇ કાલ તા.૧૧/૦ર/ ૧૮નાં રોજ લાઠી તથા દામનગર પો.સ્ટે. વિસ્તારમાં એસ.ઓ.જી. પો.સ.ઇ.શ્રી એચ.એમ.રામાવત તથા એસ.ઓ.જી. સ્ટાફે સઘન પેટ્રોલીંગ ફરી દારુનું વેચાણ કરતાં ઇસમો અંગે માહિતી મેળવી રેઇડો કરતાં નીચે
મુજબનાં કેસો શોધી કાઢેલ છે. (૧) ગીતાબેન વા/ઓ કનુભાઇ અમરશીભાઇ વાઘેલા,રહે.દામનગર ભુરખીયા રોડવાળીનાં ઝુપડેથી દારુ બનાવવાનો આથો લી.-૧૦૦ મુદામાલ સહિત રૂ.૩૬૦/- (ર) કિરણબેન વા/ઓ કનુભાઇ અમરશીભાઇ વાઘેલા, રહે.દામનગરવાળીનાં ઝુપડેથી દારુ બનાવવાનો આથો લી.-૧૦૦ મુદામાલ સહિત રૂ.૩૬૦/- જે અંગે દામનગર પો.સ્ટે.ફરીયાદ આપતાં અનુક્રમે પ્રોહી ગુરનં.ર૦/૧૮ તથા ર૧/૧૮ મુજબ જાહેર થયેલ છે. (૩) રાવત બાજુભાઇ ચ  રોલીયા,રહે.મહાવીરનગર,લાઠીવાળાને ત્યાંથી દારુ બનાવવાનો આથો લી.-૧૦૦
મુદામાલ સહિત રૂ.૩૬૦/- પકડી પાડેલ છે. જે અંગે લાઠી પો.સ્ટે. પ્રોહી ગુરનં.ર૩/૧૮, પ્રોહી કલમ-૬પ એફ મુજબ દાખલ થયેલ છે. આ કામગીરી શ્રી એચ.એમ. રામાવત,પો.સ.ઇ.એસ.ઓ.જી. તથા સ્ટાફનાં અનાર્મ એએસ.આઇ.પી.કે. ડેર,
પ્રકાશભાઇ જોષી,પ્રભાતભાઇ જૈતાભાઇ ગરૈયા તથા પો.કોન્સ.રાહુલભાઇ ચાવડા,મનીષદાન ગઢવી,દેવરાજભાઇ કળોતરા, હરેશભાઇ વાણીયા,ગૌરવકુમાર પંડયા, ડ્રાઇવર કેતનભાઇ ગરણીયાનાઓએ કરેલ છે.