www.citywatchnews.com

Just another WordPress site

ગુજરાત

ભારતીય જનતા પાર્ટી દ્ધારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું

આજરોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન હોલ ખાતે કર્ણાવતી મહાનગર ભાજપા દ્ધારા આયોજીત પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનને ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારી તથા વ્યવસાયે સુપ્રીમકોર્ટના વકીલ શ્રી ભુપેન્દ્રજી યાદવે સંબોધન કર્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રબુદ્ધ નાગરિકોને સંબોધતા શ્રી ભુપેન્દ્રજી યાદવે ગત ચાર વર્ષ દરમ્યાન પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સુકાન હેઠળ કેન્દ્રમાં ભાજપા – એનડીએની સરકાર દ્ધારા લેવાયેલ
અગત્યના નિર્ણયો અંગે રસપ્રદ, માહિતીસભર સમીક્ષા કરી હતી. પ્રબુદ્ધ નાગરિક સંમેલનને સંબોધતા શ્રી યાદવે જણાવ્યું હતું કે, દેશના છેવાડાના માનવીને આર્થિક રીતે સક્ષમ બનાવીને દેશમાં પારદર્શક સુશાસન આપવાના સંકલ્પ સાથે કેન્દ્રની ભાજપા સરકારે ૩૦ કરોડથી વધુ નાગરિકોના જનધન ખાતા બેન્કોમાં ખોલાવીને મનરેગા, પેન્શન કે સ્કોલરશીપ સહાય જેવી મળવાપાત્ર સરકારી સહાય દેશનાં છેવાડાના માનવીને સીધેસીધી મળતી થાય તે પ્રકારનું ઉત્તમ કાર્ય કર્યું છે. જળ સંચય અભિયાન હેઠળ ગુજરાતમાં ભાજપા સરકારે સમાજની સાચી સેવા કરવા નક્કર કાર્યો કરીને એક ઉમદા ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. દેશના દસ કરોડ બીપીએલ પરિવારજનોને ૫ લાખ રૂ. સુધીની આરોગ્ય વીમા સહાયનો સ્તુત્ય નિર્ણય લઈને દેશમાં ગ્રામ્ય સ્તર સુધી ગુણવત્તામુકત આરોગ્ય સેવાઓ સ્થાપિત કરવાની દિશામાં નરેન્દ્રભાઈની સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દેશના કિસાનોને તેમની ઉપજના મૂલ્ય કરતા દોઢ ગણી રકમના ચૂકવણાના નિર્ણય દ્ધારા દેશની ૮૦ જેટલી બંધ પડેલી સિંચાઈ યોજનાઓના કાર્યાન્વયન દ્ધારા દેશનો સિંચાઈ યુકત ખેતી વિસ્તાર ૪૨ ટકાથી વધારીને ૯૦ ટકા સુધી લઈ જવા માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની ભાજપા સરકાર દ્ધારા જગતના તાતની સાચા અર્થમાં સેવા કરવામાં આવી છે. કોંગ્રેસે દેશમાં જે.એન.યુના કેમ્પસમાં રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓમાં લિપ્ત તત્વોને પ્રોત્સાહન પુરૂ પાડીને ઓબીસી કમિશનને
બંધારણીય દરજજા આપવાના નિર્ણયનો સંસદમાં વિરોધ કરીને ટ્રીપલ તલાક જેવા મુદ્દે સાંપ્રદાયિક રાજનીતિ કરીને તેના અમલીકરણમાં અવરોધ ઉભા કરીને તેના અમલીકરણમાં અવરોધ ઉભા કરીને ય્જી્‌ જેવા દેશની સમગ્ર આર્થિક ગતિવિધિઓને
ઐતિહાસિક રીતે એકસૂત્રતામાં બાંધનાર નાણાકીય વ્યવસ્થાનો કોઈપણ વજૂદ વગરના કારણે સાથે વિરોધ કરવાની માનસિકતા દાખવીને નોટબંધી જેવા દેશમાં કરમાળખાના અમલીકરણના સુદૃઢીકરણ માટેના પગલાનો પણ વગર વિચાર્યે વિરોધ કરીને તેની
રાજકીય પરિપકવા અંગેની શૂન્યમાનસિકતા વ્યકત કરી છે. દેશનો પ્રબુદ્ધવર્ગ કોંગ્રેસની ઉપરોકત ગતિવિધિઓથી સુપેરે પરિચિત પણ છે. પરિવારવાદ, જાતિવાદ, અવસરવાદિતા, રાષ્ટ્રવિરોધી તત્વોને પ્રોત્સાહન જેવી કોંગ્રેસી વિચારસરણીથી મુક્ત – ભારત એ ભાજપાનો સંકલ્પ છે. આવનારી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓમાં દેશને આર્થિક, સામાજીક અને રાજકીય દ્રષ્ટિઓ ઉન્નત માર્ગે લઈ જનાર પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની કાર્યપ્રણાલીને અનુમોદન આપીને પ્રજાના અન્ય વર્ગો સુધી લઈ જવાની જવાબદારીમાં પ્રબુદ્ધવર્ગની ભૂમિકા નિર્ણાયક બની રહેવાની છે. સત્તાની સાથે ભાજપા જવાબદારીઓ માટે તૈયાર કરવા માટે ૧૧ કરોડથી વધુ કાર્યકરોના સમર્પિત સમૂહને તૈયાર કરવામાં આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઈ શાહને પણ આ પ્રસંગે યાદ કરીને શ્રી ભુપેન્દ્રજી યાદવે પ્રબુદ્ધવર્ગના સહયોગની અપેક્ષા હોવાની વાત નમ્રપણે ઉપસ્થિત નાગરિકોની સમક્ષ મૂકી હતી.