www.citywatchnews.com

Just another WordPress site

અમરેલી વિડિયો ગેલેરી

ખાંભા ગીર વિસ્તારોના ગામડાઓમાં બે-ચાર વર્ષ પહેલા જ બનાવેલા ચેકડેમો તૂટીને બેહાલ

સુજલામ સુફલામ હેઠળ જળસંચયના ની કામગીરી રાજ્યભરમાં એકમાસ સુધી ચાલીને પુર્ણાહુતી પણ થઇ ગઈ છે ત્યારે અમરેલી જીલ્લાના ખાંભા ગીર વિસ્તારોના ગામડાઓમાં બે ચાર વર્ષ પહેલા જ બનાવેલા ચેકડેમો તૂટીને બેહાલ થઇ ગયા છે જળસંચય તો ઠીક પણ ચેકડેમો તૂટેલા હોવાને કારને મરામત ના અભાવે પાણી સંગ્રહ કરવાની કામગીરી પણ ખાંભા ગીરના ગામડાઓમાં નહી થવાની ભીતિથી ગીરના ગામડાઓમાં પાણી સંગ્રહની સરકારની વાતો પોકળ સાબિત થઇ રહી છે




અમરેલી જીલ્લાનું ખાંભા ગીર વિસ્તાર….ખાંભા ગીર વિસ્તારના તાતણીયા, પીપળવા, ધાવડિયા,ગીદરડી ના ગામડાઓમાં બે ચાર વર્ષ પહેલા જ બનાવેલા ચેકડેમો તૂટી ગયા છે એકમાસના જળસંચય ના સુજલામ સુફલામના કામો પૂર્ણ થયાની સરકાર મસમોટી જાહેરાતો કરે છે ત્યારે ખાંભા ગીરના આ ગામડાઓના તૂટેલા ડેમો સરકારની ગુલબાંગો ની ચડી ખાઈ રહ્યા છે સરકાર દ્વારા દરવર્ષે ચેકડેમો, તળાવડા બનવાવમાં લાખો કરોડો ના ખર્ચા કરી રહી છે પણ નબળી ગુણવતા ના થાત કામોને કારણે આ ચેકડેમો તૂટીને બેહાલ બની ગયા છે તે વાસ્તવિકતા હોવાનું સ્પસ્ટ દેખાઈ છે સરકાર સુજલામ સુફલામ અંતર્ગત જળ સંચય ના કામો કરી રહી છે પણ ગીરન અગ્રમ્ય વિસ્તારના પીપળવા, તાતણીયા, ધાવડિયા, ઉમરીયા, નાનુડી, પાતળા સહિતના ગામોના ચેકડેમો તૂટી ગયા છે.