www.citywatchnews.com

Just another WordPress site

ગુજરાત

લગ્ન પ્રસંગે લોકો ને ખાનગી બસના વિકલ્પ રૂપે એસ.ટી.નિગમની બસ સરળતા એ ઉપલબ્ધ કરાવાશે

  • મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં રાજ્ય સરકારની માર્ગ પરિવહન સેવાઓમાં નફો કે નૂકશાન નહિ, પ્રજાજનોની સુવિધાઓ સગવડતાનો કેન્દ્રવર્તી ધ્યેય રાખ્યો છે તેમ સ્પષ્ટપણે જાહેર કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યના સામાન્યમાં સામાન્ય મુસાફરને પણ સલામતીનો વિશ્વાસ અહેસાસ એસ.ટી. નિગમની બસોમાં થાય છે.

    મુખ્યમંત્રીશ્રીએ પ્રજાવર્ગોના આ વિશ્વાસ ભરોસાને વ્યાપક સ્તરે બળવત્તર બનાવતાં મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. તેમણે ઉમેર્યુ કે, નાગરિકો-પ્રજાજનોને લગ્ન સરામાં ખાનગી ટ્રાવેલ્સના વિકલ્પરૂપે સલામત-સરળ અને સસ્તી બસ સેવા રાજ્ય સરકાર ઉપલબ્ધ કરાવવા પ્રતિબધ્ધ છે

  • લગ્ન પ્રસંગોએ ખાનગી ટ્રાવેલ્સના વિકલ્પે સરળ-સલામત-કિફાયતી બસ સેવાઓ એસ.ટી.નિગમ પૂરી પાડશે
  • ર૦ કિ.મી. સુધીના આવવા-જવાના પ્રવાસ માટે રૂ. ૧ર૦૦
  • ૪૦ કિ.મી. સુધીના આવવા-જવાના પ્રવાસ માટે રૂ. ર૦૦૦
  • ૬૦ કિ.મી. સુધીના આવવા-જવાના પ્રવાસ માટે રૂ. ૩૦૦૦
  • રાજ્યના પ્રજાજનોને સલામત-સરળ-અદ્યતન પરિવહન સેવા આપવા સરકાર પ્રતિબધ્ધ છે
  • ૯૮ ટકા ગામો ૯૯ ટકા પ્રજાને સાંકળીને એસ.ટી. નિગમ રપ લાખ કિ.મી.થી વધુ કિ.મી.નું સંચાલન કરી લોકોને જોડતી કડી બન્યુ છે.
  • ઇન હાઉસ બસ બોડી બિલ્ડીંગથી ગુજરાત એસ.ટી.એ દેશને નવો રાહ ચીંધ્યો છે.