www.citywatchnews.com

Just another WordPress site

ભાવનગર

વીજ શોકથી ૨૦ ફ્લેમિંગો પક્ષી ટપોટપ મોતના મુખમા હોમાયા

ભાવનગરના કુંભારવાડા-માઢિયા રોડ પર વીજ શોક લાગવાથી ૨૦ ફલેમિંગો પક્ષીઓ પટોપટ મોતના મુખમાં હોમાઇ ગયા હતા આ મામલે જાણ થતા જ ફોરેસ્ટ ખાતુ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયું હતું.  ભાવનગરમાં જે પ્રમાણે પક્ષી ફ્લેમિન્ગોનાં મોત થઈ રહ્યા છે તેને લઈને વનવિભાગ અને વીજ કંપની ઓ સામે અનેક સવાલો ઉઠ્યા છે, ૨૦ ફ્લેમીન્ગો પક્ષીનાં મોતનો આકડો ને આંબી ગયો છે ત્યારે હજુ વનવિભાગ ફીફા ખાંડી રહ્યું છે અને જેને લઈને પક્ષી પ્રેમીઓમાં રોષની લાગણી ફાટી નીકળી છે.
ભાવનગરનાં ખાર વિસ્તાર કે જે વિશાળ વેટલેન્ડ છે અહી ફ્લેમિન્ગોથી માંડી અનેક વિદેશી પક્ષીઓ વિહરતા હોય છે વસવાટ કરતા હોય છે ત્યારે વિસ્તારમાં વારંવાર ફ્લેમિન્ગો મોત થવા એ એક ખુબ જ ગંભીર ઘટના ગણી શકાય, આ વિસ્તારમાં ફરી ગઈકાલે ૨૦ ફ્લેમીન્ગોનાં મોત થતા પક્ષી પ્રેમીઓ તંત્ર સામે અનેક સવાલો ઉઠાવ્યા છે,  શહેરના કુંભારવાડા-માઢિયા રોડ પર જેટકોની હાઇટેન્શન લાઇન પસાર થાય છે, અહીં ફલેમિંગો પક્ષીઓ વિહાર કરી રહ્યા હતા. ફલેમિંગો ગુજરાતનું રાજય પક્ષી છે અને આ વિસ્તારમાં ૨૫ હજાર થી વધુ આ પક્ષીઓ વસવાટ કરે છે. ત્યારે ખુલ્લા વીજ વાયરોનો સ્પર્શ થવાથી એક સાથે ૨૦ જેટલા ફલેમિંગો પક્ષીઓ ગઈકાલે મૃત્યુ પામ્યા હતા. આ અંગેની વન ખાતાને જાણ કરાતા તુરંત તંત્ર દોડી ગયું હતું અને મૃત ફલેમિંગો પક્ષીઓનો કબ્જો લીધો હતો. અને ત્યાર બાદ આ તમામ મૃત ફલેમિંગોને વન વિભાગમાં પોસ્ટમોટરમ માટે મોકલી આપવામાં આવેલ હતા. આ મામલે પર્યાવરણ પક્ષીઓમાં રોષ ફેલાયો હતો. ભુતકાળમાં લાઇન સિફ્ટ કરવાનો મામલો ચર્ચામાં આવ્યો હતો.  પરંતુ તે માટે ખર્ચ વધી જાય તેમ હોવાથી તેના વાયરો પર કવરથી સુરક્ષિત કરવા ચર્ચા વિચારણાઓ ચાલી રહી હતી, પરંતુ આજ સુધી આ મામલે જેટકો વીજ કંપનીએ કોઇ નિર્ણય લીધો નથી.

જેના લીધે ફલેમિંગો પક્ષીઓના મોતની ઘટનાઓનું પુનરાર્વત થતું રહે છે. અત્રે ઉલેખનીય બાબત એ છે કે વન ખાતા દ્વારા આ હાઈટેન્શન લાઈન અંગે ગત ડીસેમ્બર ૨૦૧૭ થી આજદિન સુધી ૩ વાર પત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી. જેનો પ્રતિ ઉતર હમણા થોડા સમય પહેલા જેટકો કમ્પની દ્વારા આપવામાં આવેલ હતો જેમાં જણાવેલ કે શહેરના કુંભારવાડા-માઢિયા રોડ પર જેટકોની હાઇટેન્શન લાઇન પસાર થઇ રહી છે તે સંપૂણ બંધ છે. જેમાં થી કોઇપણ વીજ પ્રવાહ કોઈપણને આપવામાં આવતો નથી. ત્યારે બીજી તરફ વન વિભાગ દ્વારા જયારે આ મૃત ફ્લેમિન્ગો પક્ષીનું પીએમ કરવામાં આવ્યું ત્યારે મેડીકલ રીપોર્ટ માં સ્પષ્ટ જણાવ્યું છે કે આ ફ્લેમિન્ગો પક્ષીનાં મોત શહેરના કુંભારવાડા – માઢિયા રોડ પર જેટકોની હાઇટેન્શન લાઇન પસાર થઇ રહી છે તેમાં વીજપ્રવાહને અડી જવાથી (એટલે કે શોર્ટ) લાગવાથી મૃત્યુ નીપજ્યું છે ત્યારે એ જોવું રહ્યું કે સરકાર આ અંગે કયારે કોઈ નક્કર પગલા લઇ અને જવાબદાર સામે કડકમાં કડક કાર્યવહી કરશે. છેલ્લા ૨૦૧૦ થી આજદિન સુધી હજારોની સંખ્યામાં ઈલે.શોક લાગવાથી મોત નીપજ્યા છે.

ભાવનગરનાં કુંભારવાડાનાં ખાર વિસ્તારમાં નીરમા ફેકટરીમાં જતી હાઈ ટેન્શન વીજ લાઈનને અડી જવાથી ૨૦ જેટલા ફ્લેમિન્ગો પક્ષીઓનાં  મોત થયા હતાં. ફ્લેમિન્ગો પક્ષી ગુજરાતનું રાજ્ય પક્ષી છે. જે ઘટનાને લઈને ફોરેસ્ટ વિભાગ દ્વારા વીજ કંપનીને નોટીસ પણ પાઠવવામાં આવી હતી.ગઈકાલે ૨૦ ફ્લેમિન્ગો પક્ષીઓનાં મોત થતા. પક્ષી પ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. આ પક્ષીઓના મોત અંગે પક્ષી પ્રેમીઓ દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરાતા ફોરેસ્ટના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં અને તેમણે ફ્લેમિન્ગો પક્ષીનાં મૃતદેહનો કબજો મેળવી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નોંધનીય છે કે, ફોરેસ્ટ વિભાગ દ્વારા વીજ કંપનીને માત્ર નોટીસ પાઠવવામાં આવે છે. ત્યારે આ ઘટના તાકીદે બનતી આટકાવવા માટે પગલા લેવાય તેની પક્ષી પ્રેમીઓની માંગ છે.

આ વિસ્તારમાંથી જે હાઈ ટેન્શન વીજ લાઈન જઈ રહી છે તેને લઈને જેટકો દ્વારા એવું પક્ષી પ્રેમીઓને એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ લાઈન છેલ્લા ૯ મહિના થી બંધ છે ત્યારે જે રીતે ફ્લેમીન્ગોનાં આ જ હાઈ ટેન્શન વીજ લાઈન નીચે મૃતદેહો મળી રહ્યા છે તેમજ પ્રથમ નજરે જોતા જ દાજેલી હાલમાં મૃતદેહ મળ્યા છે. તેના પરથી ચોક્કસ ખ્યાલ આવે છે કે આ ઇલેક્ટ્રિક શોર્ટ લાગવાથી જ મોત થયા છે. જ્યારે આ અંગે નજીકનાં અગરમાં કામ કરતા લોકો દ્વારા એવી જણાવાઈ રહ્યું છે કે આ લાઈન ચાલુ જ હોય છે. નીચે ઉભા રહીએ ત્યારે અવાજ પણ આવે છે જેના પરથી આ વીજ લાઈન ચાલુ હોવાનું માલુમ થાય છે ત્યારે વીજ કંપની સામે પણ અનેક સવળો ઉભા થાય છે કે શું ગેરકાયદેસર નીરમાને વીજળી આપવામાં આવી રહી છે કે શું ?