www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

લાઠીના ચાવંડ મુકામેથી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

અમરેલી એલ.સી.બી. ટીમ લાઠી પો.સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્‍યાન બાતમી રાહે હકીકત મળેલ કે, ચાવંડ મુકામે દેવીપુજક વાસમાં રહેતાં મફતપરામાં રહેતો પ્રવિણ ઉર્ફે પવલો બાલાભાઇ નવડીયા પોતાના રહેણાંક મકાનમાં દેશી દારૂની
ભઠ્ઠી ચલાવી ગેરકાયદેસર રીતે દેશી દારૂ બનાવી તેનું વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમી મળતાં ચાવંડ મુકામે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં ચાવંડમાં મફતપરા વિસ્‍તારમાં દેવીપુજક વાસમાં પ્રવિણ ઉર્ફે પવલા બાલાભાઇ નવડીયાના રહેણાંક મકાનમાંથી દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી મળી આવેલ હતી. સદરહું સ્‍થળેથી દેશી પીવાનો દારૂ લીટર પ૦, કેન સહિત કિં.રૂ.૧૬૦૦/- તથા દેશી દારૂ બનાવવાનો આથો
લીટર ૧૫૦/- કેન સહિત કિં.રૂ.૪૫૦/- તથા બળેલ વોશ બેરલ સહિત કિં.રૂ.૧૦૦/- તથા ભઠ્ઠીના સાધનો જેમાં પ્રાઇમસ તથા સ્‍ટીલની ડીસ, તથા ટીન નું તપેલું વિ. મળી કુલ કિં.રૂ.૨૪૭૦/- નો પ્રોહી મુદ્દામાલ મળી આવતાં આરોપી પ્રવિણ ઉર્ફે પવલો બાલાભાઇ નવડીયા, ઉં.વ.૪૫, રહે.ચાવંડ, મફતપરા વાળા વિરૂધ્‍ધ પ્રોહિબીશન ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી આરોપી તથા મુદ્દામાલ લાઠી પોલીસ
સ્‍ટેશન હવાલે કરેલ છે.