www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

ગારીયાધાર ડબલ મર્ડરનાં બે આરોપી પકડાયા

ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં ગુના રજીસ્ટર નંબર ૪૧/૨૦૧૮.ઇ.પી.કો.કલમ ૩૦૨,૩૪, જી,પી,એકટ ૧૩૫.મુજબનો ડબલ મડઁરનો ગુનો ગત તા,૨૪/૦૬/૨૦૧૮ નાં રોજ બનેલ હોય જે આરોપી  આસીફ ઈકબાલભાઇ ભટ્ટીને તા.૨/૦૭/૧૮ ના રોજ પકડી પાડેલ તેમજ ઉપરોકત ગુન્હાના કામે આ બંન્ને આરોપીઓ નાસતા ફરતા હોય (૧) ફરહાદ ઉર્ફે ભયકો ફિરોજભાઇ કનિદૈ લાકિઅ રફાઇ રહે બોટાદ  મહમંદનગર.(૨) સરફરાઝ ઉર્ફે ધુધો યુસુફભાઈ રફાઇ રહે ગારીયાધાર હકીકત મળેલ કે તેઓ સણોસરા ગામેથી ગારીયાધાર તરફ આવે છે જેથી  સદર આરોપીઓ ગારીયાધાર તાલુકાના પરવડી ગામે બાયપાસ ખાતે નીકળવાનાં હોય સદર આરોપીઓની  વોચમાં હતાં તે દરમ્યાન સામેથી એક સીલ્વર કલરની ઈકો ગાડી નં જી.જે.૦૫.સી.આર.૫૭૦૯ તેમજ એક મો.સા.જી.જે.૦૧ એમ.જી.૪૩૩૪ વાળી આવતાં જે બંન્ને વાહનોને કોર્ડન કરી રોકી ઉપર જણાવેલ બંન્ને આરોપીઓને અટક  કરવામાં આવેલ છે.. આમ,CPI.આર.ડી.પરમાર તથા ગારીયાધાર પો,સ,ઈ,એસ.પી.અગ્રાવત તથા હેડ.કો.ધનશ્યામભાઇ ગોહિલ તથા હે.કો.નાગજીભાઈ પરમાર તથા હે.કો.તીરૂણસિંહ  સરવૈયા ના ઓ એ નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે. (૨૩.૭)