ઈશ્વરીયા શાળામાં બાળકો દ્વારા ‘ધરતીના છોરૂ’ અભિયાન તળે આસન-થેલા બનાવવા પ્રવૃત્તિ થઇ છે.
પર્યાવરણ જાગૃતિ સંદર્ભે કાર્યકર્તા શ્રી મુકેશકુમાર પંડિત પ્રેરિત ‘ધરતીના છોરૂ’ અભિયાન તળે ઈશ્વરીય પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી બાળકો દ્વારા વિવિધ જાગૃતિ પ્રવૃત્તિ થઇ રહી છે.
શનિવાર તા. ૭ના અહીં શાળામાં શિક્ષિકા શ્રી ભૂમિકાબેન પંચાલ, શ્રી રેખાબેન પટેલ, તથા શ્રી દિપ્તીબેન વાઘેલાના માર્ગદર્શન સાથે ફાટેલા નકામાં કપડામાંથી આસન-થેલા બનાવવા પાઠ લેવાયેલ અને આ દિવસે હાથ સિલાઈ વડે સૂંદર આસન બનાવવામાં આવ્યા હતા. ઈશ્વરીય કેળવણી મંડળના પ્રમુખ શ્રી વીરશગભાઈ સોલંકીએ બાળકોને અભિનંદન પાઠવ્યા છે.