www.citywatchnews.com

Just another WordPress site

અમરેલી

ખાંભા નો મોભનેશ ડેમ ચાર વર્ષ બાદ ઓવરફ્લો થતા કૃષિ મંત્રી આર સી ફળદુ દ્વારા મોભનેશ ડેમ ના નવા નીર ના વધામણાં કરવા માં આવ્યા

ખાંભા

દશરથસિંહ રાઠોડ
ખાંભા નો મોભનેશ  ડેમ ચાર વર્ષ બાદ ઓવરફ્લો થતા કૃષિ મંત્રી આર સી ફળદુ દ્વારા મોભનેશ ડેમ ના નવા નીર ના વધામણાં કરવા માં આવ્યા ..
          ખાંભા તાલુકા છેલ્લા દસ દિવસ થી અવીરત વરસાદ પડી રહ્યોં છે ત્યારે ખાંભા તેમજ ગીર ના ભાણીયા , ગીદરડી ,પીપળવા ,લાસા ,તાતણીયા સહિત ગીર ના ગામ્ય વિસ્તાર માં ભારે વરસાદ થવા ના કારણે ખાંભા નો જીવાદોરી ગણાતો મોભણેશ ડેમ ચાર વર્ષ બાદ ઓવરફ્લો થયો હતો અને ખાંભા ની ધાતરવડી નદી પણ ચાર વર્ષ બાદ બે કાઠે આવી હતી ત્યારે રાજ્ય ના કૃષિ મંત્રી આર સી ફળદુ આજે ખાંભા ની મુલાકાત લીધી હતી અને ખાંભા ના મોભણેશ ડેમ માં નવા નીર ના વધામણાં કર્યા હતા આ તકે ખાંભા ના આગેવાનો તેમજ ખેડૂતો બહોરી સંખ્યા હાજાર  રહ્યા હતા અને કૃષિ મંત્રી ફળદુ પાસે આ ડેમ ને ઊંડો ઉતારવા તેમજ સોવની યોજના માં મોભનેશ ડેમ સમાવવા રજુઆત કરેલ હતી