www.citywatchnews.com

Just another WordPress site

અમરેલી

છેલ્લા ૧૦ વર્ષથી છેતરપીડીં કરતી ગેંગને પકડી ૧૦૪ છેતરપીડીંનો ભેદ ઉકેલતી અમરેલી એસ.ઓ.જી. ટીમ

પોલીસ અધિક્ષક શ્રી અમરેલીનાઓએ અમરેલી જિલ્લામાં બનતાં મિલકત સબંધી ગુન્હાઓ વણ શોધાયેલ હોય અને આવા વણ શોધાયેલ ગુન્હાઓ શોધી કાઢી આરોપીઓની ધરપકડ કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ જે અન્વયે અમરેલી એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા અમરેલી એસ.ઓ.જી.ટીમ એ સૌરાષ્ટ્રમાં છેલ્લા ધણા વર્ષોથી લોકોને અંધશ્રધ્ધા અને તેના ધરમાં મેલુ છે.તેની વીધી કરવાના બહાના હેઠળ લોકોને તેની વાતોની જાળમાં ફસાવી ફોસલાવી, છેતરપીંડી કરતી નાથબાવાજી ની ગેંગના બે સભ્યોની ધરપકડ કરેલ છે.અને આ ગેંગે ના જુદા-જુદા સભ્યોએ સાથે મળી કુલ- ૧૦૫ જેટલી અલગ-અલગ જગ્યાએ છેતરપીડીં કરેલાની કબુલાત આપેલ છે.આ ગેંગનું કાર્યક્ષેત્ર સૌરાષ્ટ્રાના રાજકોટ,મોરબી,જામનગર, બોટાદ,અમરેલી,ભાવનગર,જુનાગઢ,જિલ્લાઓમાં ગુન્હાઓ આચરેલ છે.
પકડાયેલ આરોપીઓઃ-

(૧) રાયધન ઉર્ફે ભુરી કાનાભાઇ રાઠોડ (નાથબાવાજી) ઉ.વ.૩૫ ધંધો.મજુરી રહે.પડધરી મૌવેયાનો ઢોરો રવેચી હોટેલની બાજુમાં તા.પડધરી જી.રાજકોટ

(૨) અરવિંદ ઉર્ફે અન્નો ઉર્ફે અનીલ બાબુભાઇ ઉર્ફે લખુભાઇ માંગરોળીયા (નાથ બાવા) ઉ.વ.૩૫ ધંધો. મજુરી તથા રીક્ષામાં ફેરી રહે.રાજકોટ આજી ડેમ ચોકડી પાસે ભારતનગર મોમાઇ ચોક રાજબાઇ દુકાનની બાજુમાં રાજકોટ

છેતરપીડીંની કરવાની રીત

પાણીની તરસ લાગી છે.જેથી પાણી પાઇશો તેમ કહી તેની સાથે વાતો-ચીતો કરી તેના ધરની સમસ્યા જાણી લે છે. પછી તેના ધરમાં કોઇ મેલુ નાખી ગયેલ છે.અને તેની તમારે વીધી કરવી પડશે અને ધરમાંથી અથવા દુકાનેથી મીઠુ મરચુ નાખી પાણી ધરમાંથી તથા ધરના સભ્યોમાંથી ઉતારી કોઇ ભુવા અથવા ભગતને પાઇ દિયો એટલે દુખ દુર થઇ જાય તો ધર માલીકને આવા કોઇ ભગત કે ભુવા ન મળે તેમ કહે તો જાતેથી આ ઉતાર વાળુ પાણી પી જાય અને ધર માલીકને વિશ્રવાસ કેળવી અન્ય વીધી કરવાના બહાને રૂપીયાની માંગણી કરે અને તે રૂપીયા ધર્માદામાં નાખવા માટે સ્મસાન અથવા ગામના ચાર રસ્તા વચ્ચે નવ લીંબુ ખીલી કંકુ કપડુ વિગેરે ધર માલીકને મુકી આવવા જણાવે છે. જો ધર માલીક ના પાડે તો વીધીના બહાને પૈસા લઇને પોતે વીધી કરી આપશે તેમ કહે છે. અને પહેરામણીમાં સોનાના દાગીના માંગે છે.અને ધરની બહાર નિકળતી વખતે પાછુ વળીને જોવું નહી તેવી રીતથી છેતરપીડીં તમામ જગ્યાએ કરેલ છે.અને ધરવાળા માલીકને હાથમાંથી જારના દાણા કાઢી ચમત્કાર બતાવે છે. તેમજ ધરના માલીક પાસેથી તેના ધરનું પાણી માંગી તેની પાસે રહેલ સેકરીન વાળા આંગળા કરી ને મીઠુ પાણી પાય છે. અને ગલાસમાં મોળુ પાણી હોય તે ચમત્કાર દેખાડી ધરમાલીકને સંપુર્ણ વિશ્રવાસમાં લઇને છેતરપીંડી કરે છે. મોટા ભાગે કામમાં બે થી ત્રણ માણસો જાય છે.અને જે તાલુકામાં કામ કરે તે તાલુકામાં બે ત્રણ મહિના ફરી વખત જતાં નથી.દર વખતે વિધી કરવાના વધુમાં વધુ-૧૬૦૦૦/-(સોળ હજાર) રૂપીયા માંગતાં હતા.અને પછી ધરમાલીક જેટલા આપે તેટલા લઇને તેની છેતરપીંડી કરતાં હતા.અને પહેરામણી તરીકે સોનાના દાગીના માંગતાં હતા.

છેતરપીંડી આચરવામાં સંડોવાયેલ આ ગેંગેના અન્ય આરોપીઓના નામઃ-

(૧) રમેશભાઇ જવેરભાઇ લકુમ રહે.રાજકોટ ભારતનગર આજીડેમ પાસે

(૨) હરદેવભાઇ મનુભાઇ માંગરોળીયા નાથબાવાજી હાલ રહે.રફાળેશ્રવર તા.મોરબી વાળો મારી સાથે હતો.મુળ વતન ટંકારા

(૩) જીવણભાઇ પુનાભાઇ ધાંધુ રહે.મુળ ગામ કમળાપુર હાલ રહે.બાબરા નીલવડા રોડ

(૪) વિજય કિશોરભાઇ માંગરોળીયા રહે.રાજકોટ ભરતનગર આજીડેમ ચોકડી પાસે

(૫) અશોકભાઇ ભાવાભાઇ પરમાર રહે.પડધરી મૌવેયાના ઢાળે રહે છે.અને હાલ મોરબી રહે છે.

(૬) રમેશભાઇ લખુભાઇ પોમાણી રહે.પડધરી મોવૈયાનો ઢોરો વાળો

(૭) અજીતનાથ ભુરાનાથ બ્લોચ રહે.સાયલા સુરેન્દ્રનગર બાયપાસ રોડ

(૮) દિપકભાઇ નારણભાઇ ધાંધુ રહે.જસદણ વીછીયા રોડ ઉપર

(૯) સવજીભાઇ પુંજાભાઇ આંકોલીયા રહે.નેકનામ તા.ટંકારા જી.મોરબી

(૧૦) રમેશનાથ ઝેરનાથ ધુંધા રહે.રાજકોટ આજીડેમ પાસે ભારતનગર

(૧૧) સુરેશનાથ નારણનાથ ધાંધુ રહે.જસદણ શીવનગર સોસાયટી વીછીયા રોડ વાળો

(૧૨) જિતેન્દ્ર ઉર્ફે ટકો ઉર્ફે જીકો નારણનાથ ધાંધુ રહે.જસદણ વાળો

છેતરપીડીં આચરી લીધેલ સોનાના દાગીના રાખનાર સોનીઃ-

(૧) જુનાગઢમાં પંકજભાઇ સોની

(૨) રાજકોટમાં હિતેષભાઇ સોની

(૩) સોની બજારમાં દાવલસા પીરની દરગાહ પાસે આવેલ સોની રાજપરા જવેલર્સ વાળા મિલન ભાસ્કરભાઇ રાજપરા રહે.રાજકોટ વાળા

મળી આવેલ મુદામાલ

(૧૩) ગુન્હો કરતી વખતે વપરાયેલ સપ્લેન્ડર પ્લસ મોટર સાયકલ કિ.રૂા.૪૦,૦૦૦/- હજાર તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂા.૧૦૦૦/- તથા રોકડા રૂપીયા ૧૯૮૫૦/- નો મુદામાલ મળી આવેલ છે.

અમરેલી એસ.ઓ.જી.પાસે કબુલાત કરેલ છેતરપીડીંઓની યાદીઃ-

અમરેલી જિલ્લાના ગામોઃ-

વડીયા તાલુકાના ઉજળા તથા કુંકાવાવ પાસે ઢુંઢીયા પીપરીયા તથા વડીયા તાલુકાનું પાસે આવેલ દેવકી ગલોણ તથા વડીયા તાલુકાના દેવગામમાંથી ગોંડલ તાલુકાના બાંટવા દેવડી અમરનગર તથા તોરી રામપર બાબરા તાલુકાના વાંઢળીયા તથા બાબરા તાલુકાના કોટડાપીઠા તથા બાબરા તાલુકાના ચરખા ગામેથી.

બાબરા તાલુકાના ધુધરાળા તથા  બાબરા તાલુકાના થોરખાણ તથા આજથી વીસથી પચ્ચીસ દિવસ પહેલા દામનગર ફાટક પાસેથી રોકડા રૂપીયા ૨૫૦૦૦/- હજાર તથા સોનાનો બે તોલાનો ચેઇન લીધેલ હતો.

અન્ય જિલ્લાની છેતરપીડીં આચરેલ તેની વિગત

મોરબી ના મહેન્દ્રનગર ગામમાં તથા  મોરબીના શકત શનાળા તથા કાલાવાડ ગામથી જામનગર જવાના રસ્તે માટલી ગામથી અંદર જતાં પહેલું ગામ આવે તે તથા મોરબીના નવી આમરણ ગામે તથા કાલાવાડની પાસે આવેલ ભલસાણા ગામે તથા લાલપુર થી કાલાવાડ બાજુ વચ્ચે ખાડામાં ગામ આવે તે ગામમાંથી તથા  રણુજા અને ધ્રોલ વચ્ચે આવતું વૈણા તથા મોરબીથી નવલખી રોડ બાજુ વર્ષામેળી તથા ચરાડવાના ઇશ્રવરનગર ગામથી તથા લુણસર ગામે તથા ગઢડાથી તથા આટકોટ ગામની પાછળ પ્લાટ વિસ્તારમાંથી કાચો મારગ જાય છે. ત્યાં વાડીએથી પટેલની વાડીએથી તથા સુલતાનપુર ગામે તથા વાસાવડ ગામે તથા ગોંડલ તાલુકાનું કેશવાળા ગામમાંથી તથા ગોંડલ તાલુકાનું ધોધાવદર તથા હળવદ પાસે ટીકર વાળા રોડ ઉપર અંદરનું ગામડુ હતુ. તથા સમલી વાંકીયા ગામે તથા કાલાવાડની પાસે આવેલ ભલસાણા ગામે પીપરટોળા ગામે તથા સડોદર ગામ તથા પાંચવડા જસદણ તથા જામનગર ધોલ ની વચ્ચે જાબુંડાના પાટીયાથી અંદર સુર્યાપર ગામ આવે છે. તથા  જામગનરના ફલ્લા ગામમાંથી રોડ કાંઠેથી તથા જામનગર ગામ પાસે ખીજડીયા ગામે તથા ધ્રોલની પાછળ આવેલ નથુ વડલા ગામેથી તથા જોડીયાથી આગળના ભાગે હડીયાણા ગામેથી તથા હળવદના સરા ગામમાંથી તથા ટંકારાથી જતાં બીજુ ખીજડીયા ગામ તથા ટંકારા તાલુકાના ધુનડા (ખાનપર) તથા ટંકારા તાલુકાના સજનપર(ધુનડા) ગામેથી મોરબી તરફ જવાના રસ્તે પ્લોટ તથા વાંકાનેર તાલુકાના અદેપર ગામેથી તથા ટંકારા તાલુકાના લજાઇ ગામેથી તથા ટંકારા તાલુકાના વિરપર ગામેથી તથા હનુભાના લીમડા ગામેથી તથા જામકંડોરાણા તાલુકાના ધોળીધાર ગામેથી તથા જેતપુર તાલુકાના નવાગઢ તથા જીવાપર તા.જસદણ તથા ગોંડલ તાલુકાના વિજીવડ તથા ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામેથી તથા ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી તથા દેરડીથી આગળ વડીયા બાજુ પાટીયું આવે છે. તથા વિસાવદર થી સતાધારથી જંગલ જવાના રસ્તે નાનુ ગામ આવે છે.તથા  જુનાગઢથી બીલખા પછી વિસાવદર જતાં વચ્ચે નાનુ ગામ આવે છે.તથા ધોરાજીથી સીંગલ પટીનો રોડ આવે કનુડા સાઇડ વાડીએથી પટેલ પાસેથી તથા વીછીયાથી તુરખા થી આગળ નું ગામ આવે છે. તથા ગોંડલ તાલુકાના ગોમટા ગામેથી તથા સરધાર ગામમાંથી તથા પીઠ્ઠડ ગામેથી તા.જોડીયા તથા જોડીયા તાલુકાનું જસાપર ગામેથી તથા જુનાગઢ જિલ્લાના બીલખા પાસે બગદોઇ ગામમાંથી તથા ગોંડલ તાલુકાના ગોમટા તથા જેતપુર પાસેના ખીરસરા તથા જેતપુર પાસેના કાગવડ તથા ટંકારા તાલુકાના હડમતીયા તથા જેતપુર થી પંદરેક કિલોમીટર દુર આવેલ મેવાસા ગામમાંથી તથા તથા સરવા (વાંગ્રધા) તા.વીછીયા ગામેથી તથા વીછીયા તાલુકાના સનારી તથા ગઢડા તાલુકાના ખોપાળા ગામેથી તથા ઉમરાળા તાલુકાના પાનબાઇના સમઢીયાળાના બાજુનું ગામમાંથી તથા લોધીકા તાલુકાના સાંગલી ગામેથી તથા જામ કંડોરાણા પાસે આવેલ બંધીયા તથા મોરબી જિલ્લાના જુની આમરણ ગામેથી તથા પાળીયાદ પાસેના કુંડલી ગામેથી તથા નાની ખીલોરી ગામેથી તથા મોરબી તાલુકાના ખાનપર તથા જોડીયા તાલુકાના ભીમકટ્ટા ગામેથી તથા ધ્રોલ તાલુકાના મેધપર (કુંભારીયા) તથા ધ્રોલની પાસે આવેલ નાગપુર તથા ધ્રોલ તાલુકાના લતીપર તથા કાલાવાડ તાલુકાના નિકાવા ગામેથી તથા પીપળ કાલાવાડ તાલુકાનું નિકાવા ગામની તથા લોધીકાની બાજુમાં આવેલ ચીભડા તથા રાજકોટ પાસે આવેલ પાલ ઢોલડા તથા રાજકોટના સાપર વેરાવળ ગામથી તથા ગોંડલ તાલુકાના મઇકા ગામથી તથા રામોદ તા.ગોંડલ માંથી તથા ગોંડલ તાલુકાના વાસાવડ ગામેથી તથા ગોંડલ તાલુકાના સખપર તથા મોરબી તાલુકાના ધુંટુ ગામેથી તથા મોરબીના માણેકવાડા ગામેથી તથા મોરબીના થોરાળા ગામમાંથી તથા દસેક મહિના પહેલા ધુનડા(ખાનપર) ગામેથી છેતરપીડીં કરેલાની કબુલાત આપેલ છે.

આમ, ઉપરોકત ગેંગના આરોપીઓએ સાથે મળી સૌરાષ્ટ્રમાં અલગ-અલગ જગ્યાએથી ૧૦૫ જેટલી છેતરપીડીં કરેલ છે.અને છેતરપીડીંના દાગીના રાજકોટ તથા જુનાગઢમાં અલગ-અલગ જગ્યાએ વહેચેલ છે.હતો.અને સદરહું ગુન્હાની આગળની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ. દામનગર પોલીસ સ્ટેશનનાઓ ચલાવી રહેલ છે.

આમ અમરેલી એસ.ઓ.જી.ટીમ ને છેલ્લા સાતેક વર્ષથી ચીટીંગ કરતી ગેંગને પકડવામાં સફળતા મળેલ છે.