www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

ભાવનગરમાં એકટીવાને હડફેટે લેતા પિતાની નજર સામે બે મુસ્લિમ બાળકીના કરૂણ મોત

ભાવનગરમાં એકટીવા સ્કૂટરને અજાણ્યા વાહને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં પિતાની નજર સામે બે માસુમ બાળાઓના મોત નિપજયા હતાં. વિગતો મુજબ ઘોઘા ગામે રહેતા  મહંમદભાઇ ફારૂકભાઇ શેખ પોતાના એકટીવા સ્કૂટર નં. જીજે-૪-બીએમ-૭૭૪ર ઉપર તેમની બે પુત્રીઓ જામ્યા ઉ.વ.૪ તથા ફરહીન ઉ.વ.૧૧ ને લઇ ભાવનગર આવી રહ્યા હતાં ત્યારે  ભાવનગરના અકવાડા નજીક તેમના સ્કૂટરને પુરઝડપે ધસી આવેલા કોઇ અજાણ્યા વાહને હડફેટે લઇ પછાડી દેતા બન્ને માસુમ દિકરીઓના ગંભીર  ઇજા થતાં કરૂણ મોત નિપજયા હતાં. જયારે મહંમદભાઇને ઇજા પહોચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયેલ છે. આ બનાવ અંગે પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.