www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

ભાવનગર માં આજે સતત બીજા દિવસે આરોગ્ય વિભાગે પાણીપુરી બનાવનારા તેમજ વહેંચનારા ને ત્યાં દરોડા

ભાવનગર માં આજે સતત બીજા દિવસે આરોગ્ય વિભાગે પાણીપુરી બનાવનારા તેમજ વહેંચનારા ને ત્યાં દરોડા પડ્યા હતા આ ઉપરાંત શહેરમાં ચાઈનીઝ બનાવનારા ઓ તેમજ ઢોકળા બનાવનારા અને કેકે શોપ ઉપર દરોડા પડ્યા હતા જેમાં મોટો જથહો જે ખુલ્લામાં રાખવામાં આવ્યો હતો તેનો નાશ કરવામાં આવ્યો છે ખુલ્લામાં અખાદ્ય પદાર્થો વેચનારાઓ ને ત્યાં દરોડા પડતા ફફડાટ પેદા થયો હતો ભાવનગર માં આજે બપોર બાદ આરોગ્ય વિભાગે સરદારનગર ,સિંધુનગર અને ઘોઘા જકાત નાકે વિસ્તારમાં જ્યાં પાણી પુરી બનવવાનું કામ ભૈયાઓ કરે ધે તેમની ચાલીઓ માં જય ને દરોડા પડ્યા હતા અહીં થી ખુલી ચટણીઓ તેમજ પુરી અને સડેલા બટાકા નો મોટો જથહો મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત ભાવનગર ના ઘોઘાસર્કલ માં આવેલી રેડ સ્કવેર કેકશોપ માં પણ દરોડા પાડવામાં આવ્યા હતા અહીં ખુલ્લા રાખવામાં આવેલ 100 કિલો કેક તેમજ ખરાબ પાઉં નો જથહો પણ નાશ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત ઘોઘા સર્કલ વિસ્તારમાં સેન્ડ વિચ અને પીઝા બનાવનારા લોકો ને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા અહીંથી બ્રેડ નો મોટો જથહો ખુલો મળી આવતા તેનો નાશ કરાયો હતો આ ઉપરાંત જે લોકો ચાઈનીઝ બનાવે હે તેમને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા ત્યાંથી પણ અનેક સાડી ગયેલા ખાદ્ય પદાર્થો મળી આવ્યા હતા જેનો પણ સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો આ કામગીરી માં આરોગ્ય એધિકારી ઉપરાંત મનપા નો આરોગ્ય નો સ્ટાફ પણ મોટી સંકહયમા જોડાયો હતો