www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

છેલ્લાં અઢાર વર્ષથી અંકલેશ્વર પોલીસ સ્ટેશનનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

છેલ્લાં અઢાર વર્ષથી ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર પોલીસ સ્ટેશનનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ.
ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રીએ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ નાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા એન.જી.જાડેજા પો.સબ ઇન્સ. તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓને શોધી પકડી પાડવાની સુચના આપેલ.જે સુચના મુજબ ભાવનગર,એલ.સી.બી. સ્‍ટાફનાં માણસો આજરોજ શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન શિહોર,વડલાવાળા ખોડલમાંનાં મંદિર પાસે આવતાં પો.કોન્સ. મીનાજભાઇ ગોરી તથા શકિતસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે, ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર પો.સ્ટે. I ગુ.ર.નં.૨૩૩/ ૨૦૦૦ ઇ.પી.કો. કલમઃ-૩૬૩,૩૬૬ મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી રાકેશ વાસુદેવ મહેતા રહે.મુળ-બી/પ,પુષ્પક સોસાયટી, ભાવનગર હાલ-અમદાવાદવાળો શિહોર બસ સ્ટેન્ડનાં મેદાનમાં બસની રાહ જોઇને ઉભો છે.તેણે પીળા કલરનું તથા આડી-કાળી લાઇનીંગ વાળું ટી-શર્ટ તથા ગ્રે કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે._* જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં રાકેશ વાસુદેવ મહેતા ઉ.વ.૪૧ રહે.રૂમ નં.૨, બ્લોક નં.૮,શિવાલય એપાર્ટમેન્ટ વિભાગ-૩, વેજલપુર,અમદાવાદ તથા મુળ-બી/પ,પુષ્પક સોસાયટી, ભાવનગર વાળો હાજર મળી આવેલ. તેની પુછપરછ કરતાં ઉપરોકત ગુન્હા માં અટક કરવાનો બાકી હોવાનું જણાવેલ. જેથી તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને શિહોર પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ છે.આ અંગે ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવેલ છે.
આમ, છેલ્લાં અઢાર વર્ષથી ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર પોલીસ સ્ટેશન નાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેવામાં ભાવનગર એલ.સી.બી. ટીમને મહત્વની સફળતા મળેલ છે. આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા એલ.સી.બી. સ્ટાફનાં પરાક્રમસિંહ ગોહિલ, મહિપાલસિંહ ગોહિલ, મીનાઝભાઇ ગોરી, તરૂણભાઇ નાંદવા, શકિતસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.