www.citywatchnews.com

Just another WordPress site

ગુજરાત

સોમનાથ મહાદેવ મંદિર સંકુલ માં અમદાવાદ ની સંસ્થા બાપાસીતારામ ટ્રસ્ટ ના યુવાનો ની સફાઈ સાથે સમજ આપતી વંદનીય સેવા

સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર સહિત ભાલકા તીર્થ સ્મશાન ગૃહ સહિત ધર્મસ્થાનકો ની સુંદર સફાઈ કરતા  અમદાવાદ સ્થિત બાપાસીતારામ ટ્રસ્ટ ના યુવાનો નો પ્રેરક સેવા યજ્ઞ સર્વત્ર પથદર્શક છે.  અમદાવાદ સ્થિત બાપા સીતારામ ટ્રસ્ટ ના એક સો થી વધારે યુવાનો છેલ્લા આઠ વર્ષ થી નિરંતર ધર્મ સ્થાનકો ની સુંદર સફાઈ કરે છે દિવસે પોતપોતા નો વેપાર રોજગાર વ્યવસાય કરે છે અને દર રવિવારે ગુજરાત ના કોઈ પણ ધર્મ સ્થાન પર બસ લઈ ને  પહોંચી જાય છે પોતા ના સ્વખર્ચે સાવરણા ચાવરણી સુપડા ડસ્ટબીન કચરા પોતા ફીનાઇલ એસિડ સહિત ની સામગ્રી લઈ ને ગુજરાત ભર ના ધર્મસ્થાનકો સ્મશાન ગ્રહો ની ઉડી ને આંખે વળગે તેવી સફાઈ કરી સાથે હદયસ્પર્શી અપીલ કરી સ્વચ્છતા જાળવવા નો સુંદર સંદેશ પાઠવે છે તા૫/૮/ ના રોજ સૌરાષ્ટ્ર ના સોમનાથ મહાદેવ મંદિર સંકુલ માં સેવારત યુવાનો સફાઈ સાથે માનવ સમાજ ને સુંદર સમજ અર્પે છે