www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

સ્‍વચ્‍છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત પ્રતિભાવ વ્‍યક્ત કરવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી નિયામકશ્રીની અપીલ

સ્‍વચ્‍છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત રાષ્‍ટ્રભરમાં સ્‍વચ્‍છતા સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૧૮ શરૂ છે. તા.૩૧ ઓગષ્‍ટ-૨૦૧૮ દરમિયાન મોબાઇલ એપ્‍લિકેશન્‍સ અને આપવામાં આવેલી લીંક્સ પર પોતાનો પ્રતિભાવ આપી, અમરેલી જિલ્‍લાને આ સર્વેક્ષણમાં સમગ્ર દેશમાં મોખરાનું સ્‍થાન પ્રાપ્‍ત કરાવવા સહ ભાગીદારી નોંધાવવા, સ્‍વચ્‍છ ભારત મિશન ગ્રામીણ કાર્યક્રમ-અમરેલી જિલ્‍લાના અધિકારીશ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી નિયામકશ્રીએ અપીલ કરી છે.

        મોબાઇલ એપ્લિકેશન-સ્‍વચ્‍છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૧૮ (એસએસજી-૨૦૧૮) –

એન્‍ડ્રોઇડ મોબાઇલ એપ્‍લિકેશન છે. પ્‍લેસ્‍ટોરમાંથી ડાઉનલોડ કરી તેમાં રજીસ્‍ટ્રેશન કરાવવાનું રહે છે. જિલ્‍લાના આદર્શ નાગરિક તરીકે સ્‍વચ્‍છતાલક્ષી પ્રતિભાવ આપી તાલુકા-ગ્રામ્ય કક્ષાના તમામ જાહેર સ્‍થળોનો પ્રતિભાવ આપી શકાશે.  સ્‍વચ્‍છ ભારત પ્રત્‍યે આપણી ફરજો અદા કરીએ. આ પ્રતિભાવ માટે લાભાર્થીઓ, અધિકારી-પદાધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓનો સહકાર લઇને પણ પ્રતિભાવ રજૂ કરી શકાય છે.

        ગાંધી સ્‍વયંસેવક માટે નોંધણી ફોર્મ   

      સ્‍વચ્‍છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ગાંધી સ્‍વયંસેવકનું નોંધણી ફોર્મ તૈયાર કરવામાં આવ્‍યું છે. ગાંધી સ્‍વયંસેવક તરીકે ગામના નાગરિકની ભૂમિકા અને તે ગામને સ્‍વચ્‍છ રાખવા નાગરિક તરીકે શું ફાળો રહેશે, તેની વિગતો પણ ફોર્મમાં આપવામાં આવી છે. સ્‍વચ્‍છ ભારત પ્રત્‍યે આપણી ફરજો અદા કરીએ. આ પ્રતિભાવ માટે લાભાર્થીઓ, અધિકારી-પદાધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓનો સહકાર લઇ શકાશે. ગૂગલ લીંક પરથી આ ફોર્મ મેળવી શકાય છે.     આ અંગેની વધુ વિગતો અને માહિતી માટે સ્‍વચ્‍છ ભારત મિશન ગ્રામીણ, જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સી, રાજમહેલ કમ્‍પાઉન્‍ડ, કલેકટર કચેરીની બાજુમાં, અમરેલીનો સંપર્ક સાધવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી નિયામકશ્રીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.