www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

રાષ્ટ્રીય

અમરનાથ યાત્રાને ત્રણ દિન માટે પોસ્પોંડ રાખવા નિર્ણય

અમરનાથ યાત્રાને ફરી એકવાર પોસ્પોંડ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વખતે અમરનાથ યાત્રાને ત્રણ દિવસ માટે સસ્પેન્ડ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જુદા જુદા કારણોને ધ્યાનમાં લઇને આ નિર્ણય કરવામાં આવ્યો છે. આજથી ૨૩મી ઓગષ્ટ વચ્ચેના ગાળામાં કોઇ શ્રદ્ધાળુને આગળ વધવાની તક આપવામાં આવનાર નથી. અધિકારીઓ તરફથી કોઇ કારણ આના માટે આપવામાં આવ્યા નથી. પરંતુ માહિતીગાર સુત્રોએ કહ્યુ હતુ કે બુધવારના દિવસે આવનાર ઇદ અને યાત્રીઓની ઘટતી જતી સંખ્યાને ધ્યાનમાં લઇને આ નિર્ણય કરવામાં આવ્યો છે.૨૮મી જૂનના દિવસે અમરનાથયાત્રા શરૂ થયા બાદથી હજુ સુધી ૨૮૨૫૭૪થી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફામાં સ્થિતિ કુદરતી રીતે બનતા શિવલીંગના દર્શન કરી ચુક્યા છે. આ અમરનાથ યાત્રા ૨૬મી ઓગસ્ટના દિવસે રક્ષાબંધનના દિવસે પૂર્ણ થનાર છે. લાખો શ્રદ્ધાળુઓ પહેલાથી દર્શન કરી ચુક્યા છે અને હજુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે.જુદા જુદા કાફલામાં શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવી રહ્યા છે. તમામ ખરાબ સંજાગો હોવા છતાં ભારે ઉત્સાહ છે.હાલમાં અમરનાથ ગુફા તરફ દોરી જતાં બાલતાલ માર્ગ ઉપર ભારે વરસાદના લીધે હાલત કફોડી બની હતી. ૩૦મી જૂનના દિવસે દિવસ દરમિયાન યાત્રાને રોકવામાં આવી હતી. અમરનાથ યાત્રામાં હજુ સુધી ૨૮૨૫૭૪ શ્રદ્ધાળુઓ દ્વારા દર્શન કરવામાં આવ્યા છે. અમરનાથ યાત્રીઓને ટાર્ગેટ કરવામાં આવી શકે છે તેવા હેવાલ આવ્યા બાદથી ભારતીય સેના અને સુરક્ષા દળો સાવચેતીના વધારાના પગલા લઇ રહ્યા છે.હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ હજુ પણ પહોંચી રહ્યા છે. દર્શન કરનાર શ્રદ્ધાળુઓનો આંકડો સતત વધી રહ્યો છે. બરફથી બનતા શિવલિંગના દર્શન માટે આ વખતે વધુ સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. જા કે, આ વર્ષે લિંગમ વહેલીતકે ઓગળી જવાની પ્રક્રિયા શરૂ થઇ છે. શ્રદ્ધાળુઓની સંખ્યા વધારે હોવાથી આસ્થિતિ સર્જાઈ છે.સોમવારના દિવસે માત્ર ૪૩ શ્રદ્ધાળુઓનો કાફલો રવાના કરવામાં આવ્યો હતો. જા કે આ વર્ષે અમરનાથ શ્રદ્ધાળુઓની સંખ્યા છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં સૌથી વધારે નોંધાઇ છે. અમરનાથ યાત્રાને લઇને આ વખતે સાવચેતીના વધારે પગલા લેવામાં આવ્યા હતા. જેના કારણે હજુ સુધી અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી છે.