www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

રાષ્ટ્રીય

સેક્સી ઇલિયાના પાસે હાલ કોઇ પણ હિન્દી ફિલ્મો નથી

બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝ પાસે હાલમાં કોઇ હિન્દી ફિલ્મ હાથમાં નથી. તે છેલ્લે અજય દેવગનની સાથે રેડ ફિલ્મમાં ચમકી હતી. જે બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઇ હતી. તેના લગ્નને લઇને હાલમાં સતત હેવાલો આવ્યા છે. જા તે તે કોઇ ટિપ્પણી આને લઇને કરી રહી નથી. ઇલિયાના ડી ક્રુઝે પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત રણબીર કપુર સાથે બર્ફી ફિલ્મ મારફતે કરી હતી. આ ફિલ્મમાં તેની ભૂમિકાની પ્રશંસા થઇ હતી. તે કોઇ ચમત્કારથી ઠીક થઇ નથી. હાલમાજ રજૂ થયેલી રેડ અને તેના પહેલા બાદશાહો ફિલ્મમાં તે અજય દેવગનની સાથે નજરે પડી હતી. ફિલ્મમાં અજય સાથે તેની જાડીની પ્રશંસા થઇ હતી. આ ફિલ્મને સરેરાશ સફળતા પણ મળી હતી. ઇલિયાના તે પહેલા અક્ષય કુમારની સાથે રૂસ્તમ ફિલ્મમાં પણ નજરે પડી હતી. જે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. તેને સારા કલાકારો સાથે રોલ મળ્યા છે.ઇલિયાના પોતાની કેરિયરમાં ખરાબ સમયમાંથી પણ પસાર થઇ ચુકી છે. થોડાક સમય પહેલા ઇલિયાનાએ એવો ખુલાસો કરીને તમામને ચોંકાવી દીધા હતા કે એક વખતે તે એટલી હદ સુધી ડિપ્રેશનમાં પહોંચી ગઇ હતી કે તે આત્મહત્યા અંગે વિચારતી રહેતી હતી. પોતાના સંઘર્ષ અનવે ડિપ્રેશનના સંબંધમાં વાત કરતા ઇલિયાનાએ કહ્યુ છે કે ડિપ્રેશન એકદમ સાચી બાબત છે. તેનુ કહેવુ છે કે ડિપ્રેશન દિમાગમાં એક પ્રકારની કેમિકલ અસમાનતા છે. તેની સારવાર કરવામાં આવે તે જરૂરી છે. મેન્ટલ હેલ્થની ૨૧મી બેઠકમાં ઇલિયાનાએ આ મુજબની વાત કરી હતી. તેનુ કહેવુ છે કે તે ખુબ જ સંકુચિત પ્રકારની છે. તે હમેંશા ઉદાસ રહેતી હતી. જા કે એ વખતે તેને આ બાબતની ખબર ન હતી કે તે ડિપ્રેશન અને બોડી ડિસ્મોર્ફિક ડિસઓર્ડરથી ગ્રસ્ત છે. તે માત્ર એમ ઇચ્છતી હતી કે લોકો તેને સ્વીકાર કરે.