www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

લીલીયાથી ગોઠાવદર રોડ પર બિરાજતા નિલકંઠ મહાદેવ

લીલીયાથી ગોઠાવદર રોડ પર આવેલા નિલકંઠ મહાદેવ મંદિરની સ્થાપના ઇ.સ ર૦પ૭ માં થઇ હતી આ મંદિરમાં શિવલીંગ ૩ ફુટ અંદર અને ૩ શિવલીંગ અહિ બિરાજમાન છે લીલીયાથી ગોઠાવદરના રોડ પર બિરાજમાન નિલકંઠ મહાદેવ મંદિર અનેક લોકોની આસ્થા અને શ્રધ્ધાનું કેન્દ્ર બની રહયું છે આ મંદિરની સ્થાપના ઇ.સ ર૦પ૭ માં લીલીયાના વતની મુંબઇની ફિલ્મસીટીમાં આગવુ નામ ધરાવતા ગોપાલજીભાઇ દવે એ કરી હતી આ મંદિરની સ્થાપના સમયે બ્રાહ્મણો એ પૂજાવિધિ કરી હતી ત્યારથી અત્યાર સુધી બ્રાહ્મણો આ મંદિરે પૂજા વિધિ કરવા જાય છે આ મંદિરની સ્થાપના ધણા વર્ષો વિત્યા બાદ હાલતો અહિ શીખંર બંધ મંદિર જાવા મળે છે આ મંદિરમાં શિવલીંગ ૩ ફુટ અંદર અને એક સાથે ૩ શિવલીંગ અહિ જાવા મળે છે કે જે નાસીકનાં ત્રંબકેશ્વ મહાદેવમાં આવેલા શિવલીંગની માફક જ હોવાથી અહિની લોકવાયકા એવી પણ છે કે અહિ શિવની પૂજા કરનારને ત્રંબકેશ્વર જવાની જરૂર નથી શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં આ મંદિરમાં આવી શિવપૂજાનો લાભ મેળવે છે