www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

પ્રતપપરા ગામના પાણીના ટાંકા પાસેથી જુગાર પકડી પાડતી અમરેલી તાલુકા પોલીસ

અમરેલી તાલુકા પોલીસે કુલ – ૪ ઇસમોને પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા  પકડી કુલ મુદ્દામાલ કિ. રૂ. ૯૧૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ અમરેલી જિલ્લામા પ્રોહી તથા જુગાર અંગેના ગુન્હાઓ શોધી કાઢવા માટે અમરેલી મે. પોલીસ અધિક્ષક સાહેબ શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તથા મે.નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી.એમ. દેસાઇ સાહેબ તથા શ્રી.એલ.બી.મોણપરા સાહેબની મળેલ સૂચના તથા માર્ગદર્શન મુજબ અમરેલી તાલુકા પો.સ્ટે.ના પો.સ.ઇ. શ્રી એચ.એચ.સેગલીયા સાહેબ તથા પો.સબ.ઇન્સ જી.પી.જાડેજા સાહેબ તથા પો.સ્ટાફના માણસો હેડ.કોન્સ. જાકિરભાઇ ટાંક, તથા હેડ.કોન્સ. પ્રકાશભાઇ ચૌહાણ તથા હેડ. કોન્સ. સીકંદરભાઇ સૈયદ તથા એ.એસ.આઇ. રફિકભાઇ રાઠોડ તથા હેડ કોન્સ. કૌશિકભાઇ બૈરા તથા પો.કોન્સ. દિનેશભાઇ સોલંકી તથા પો.કોન્સ. યુનુશભાઇ જુણેજા તથા પો.કોન્સ. વર્જાંગભાઇ મુળાસીયા તથા ડ્રા. પો.કોન્સ. નીરજભાઇ વાધેલા તથા ડ્રા.પો.કોન્સ. ક્રિપાલસિંહ ગોહીલ તથા ડ્રા.પો.કોન્સ. રમેશભાઇ ગોહીલ વિ.સ્ટાફના માણસો સાથે તા.૩૦/૦૮/૨૦૧૮ ના કલાક ૦૦/૩૦ વાગ્યાથી પેટ્રોલીંગમા હતા દરમ્યાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, અમુક ઇસમો પ્રતપપરા ગામમાં પાણીના ટાંકા પાસે જાહેર જગ્યામા પૈસા પાનાથી હારજીતનો જુગાર રમી રમાડે છે. જેથી સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ જઇ રેઇડ કરતા આરોપી (૧) જયરાજભાઇ અનકભાઇ ખુમાણ ઉ.વ. ૩૨ ધંધો. ડ્રાઇવીંગ રહે. પ્રતાપપરા, (૨) ભુપતભાઇ થોભણભાઇ ત્રાડ ઉ.વ. ૨૯ ધંધો. મજુરી રહે. પ્રતાપપરા (૩) અમરાભાઇ થોભણભાઇ ત્રાડ ઉ.વ. ૩૮ ધંધો. ડ્રાઇવીંગ રહે. પ્રતાપપરા (૪) ગભાભાઇ નાનજીભાઇ સાટકા ઉ.વ. ૫૦ ધંધો. ડ્રાઇવીંગ રહે. પ્રતાપપરા વાળાઓને રોકડ રૂ. ૩૧૫૦/ – તથા મોબાઇલ નંગ-૦૩ કિં.રૂ. ૬,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ  કિંમત રૂ. ૯૧૫૦/- સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.