www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

સાવરકુંડલા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન પદે અશ્વિન ધામેલીયા ની બિનહરીફ વરણી

સાવરકુંડલા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન પદે વટ કે સાથ નેસડીના સદસ્ય અશ્વિન ધામેલીયા ની બિનહરીફ વરણી થઈ હતી સાવરકુંડલા તાલુકા પંચાયતમાં આજે કારોબારી ચેરમેન પદ માટે નેસડીના અશ્વિન ધામેલીયા હોટ ફેવરીટ હતા પણ કોંગ્રેસમાં અંદરખાને અશ્વિન ધામેલીયા ની જગ્યાએ તાલુકા પંચાયત પ્રમુખ રાઘવ સાવલીયા ના અંગત ગણાતા શેલાણા બેઠકના સદસ્ય બને તેવા તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા પ્રયાસ કરવામાં આવતા હોવાના એંધાણો કારોબારી સમિતિની મીટીંગ પહેલા કોંગ્રેસી અગ્રણીઓને આવી ગયાની વ્યાપક ચર્ચા વચ્ચે ઘી ના ઠામ માં કેમ ઘી પડે તેવા પ્રયાસો શરૂ થઈ ગયા હતા અગાઉ  તાલુકા પંચાયત પ્રમુખ પદ ની ચૂંટણી સમયે નેસડીના અશ્વિન ધામેલીયા એ દાવેદારી કરી હોવાથી તાલુકા પંચાયતના ચાલુ પ્રમુખ રાઘવ સાવલીયા ને દુઃખ હોવાનું કોંગી આગેવાનોએ નામ ન અપાવની શરતે જણાવ્યું હતું ત્યારે તાલુકા પંચાયતના સત્તાધીશ પ્રમુખ રાઘવ સાવલીયા ના કારોબારી ચેરમેન પદે ઉમેદવારી કરનાર  દુલાભાઈ દેવશીભાઈ ઉકાણી, ભનુભાઈ રાદડીયા અને ચંદ્રિકાબેન સભાયા ગેરહાજર રહ્યા હતા અને 9 ની કારોબારી સમિતિ માંથી 6 સદસ્યોએ બિનહરીફ અશ્વિન ધામેલીયા ને તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જાહેર કરવામાં આવ્યા હતા અને અશ્વિન ધામેલીયા નો વટ સાથે કારોબારી ચેરમેન પદે બિરાજમાન થતા તાલુકા પંચાયત પ્રમુખ રાઘવ સાવલીયા એ પેંડો ખવરાવીને અભિનંદન પાઠવ્યા હતા