www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ગુજરાત વિડિયો ગેલેરી

કોટડાસાંગાણીના રામોદના બે ખેડુતે વાવેતર કરેલ પાકને કોઈ અજાણ્યા શખ્સે ઝેરી દવાનો છંટકાવ કરતાં પાક નીષ્ફળ

(કલ્પેશ જાદવ કોટડાસાંગાણી)

 કોટડાસાંગાણીના રામોદના બે ખેડુતના ત્રીસ વીઘામા વાવેતર કરેલ કપાસ મરચી અને ડુંગરીના પાકને કોઈ અજાણ્યા શખ્સે રાત્રીના વાડિમા પ્રવેસી વાવેતર કરેલ  પાકમા જેરી દવાનો છંટકાવ કરી જતા પાક નીષ્ફળ ગયો છે .રાજકોટ જીલ્લાના કોટડાસાંગાણીના રામોદ ગામના ખેડુત બાબુભાઈ પપડાળીયા અને  મનસુખભાઈ  પડાળીયાની વાડીમા વાવેતર કરેલ કપાસ મરચી અને ડુંગળી ના પાકને કોઈ અજાણ્યા ઇસમે રાત્રિના સમયે વાડીમાં પ્રવેશી ઘાસ બાળવાની દવાનો છંટકાવ અઠવાડિયા પહેલા આવી કરી જતા આ બંને ખેડૂતોનો ઉભો પાક બળી ગયો છે તેથી આ બંને ખેડૂત બંધુઓને આઠ થી દસ લાખથી વધુનું નુકસાન  થયું છે તેથી આ અંગે ખેડૂત દ્વારા કોટડાસાંગાણી પોલીસ અને રાજકોટ જિલ્લા પંચાયતમાં ખેતીવાડી વિભાગમાં લેખીત રજુઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈ તંત્રમાથી ખેડૂતને કોઈ કાયદાકીય મદદ નહીં મળતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે.